Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે રાજ્યમાં ફરી પ્રથમ:92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો, 3906 બાળકોને પુનઃપ્રવેશ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 6 views
નર્મદા જિલ્લો શિક્ષણક્ષેત્રે રાજ્યમાં ફરી પ્રથમ:92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો, 3906 બાળકોને પુનઃપ્રવેશ
નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે મોટી સિદ્ધિઓ હાંસલ કરીને રાજ્યમાં પોતાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં ધોરણ 10ના પરિણામમાં 90.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ, હવે 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃપ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને ફરી એકવાર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાથી વંચિત રહેલા બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ફરી જોડવા માટે ગયા મહિને રાજ્યવ્યાપી સમરસ વિદ્યાસેતુ મેગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ, આવા બાળકોની ઓળખ કરીને તેમના વાલીઓ અને સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ કાર્ય કરનાર શિક્ષકોને રાજપીપળાના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે સન્માનિત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી શાળા પ્રવેશોત્સવ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી નર્મદાનું શિક્ષણ સ્તર નીચે ઉતરી ગયું હતું. પ્રાથમિક અને માધ્યમિક બંને વિભાગોએ સઘન પ્રયાસો કરીને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડ્યો છે અને શિક્ષણનું સ્તર પણ ઊંચું લાવવામાં સફળતા મેળવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan