Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટમાં આવશે:NH-48 પર જંબુવા બ્રિજ ઉતરતા ખાડી પાસે અજાણ્યા વ્યક્તિનો ડિકમ્પોઝ મૃતદેહ મળ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટમાં આવશે:NH-48 પર જંબુવા બ્રિજ ઉતરતા ખાડી પાસે અજાણ્યા વ્યક્તિનો ડિકમ્પોઝ મૃતદેહ મળ્યો
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ પર જંબુવા બ્રિજ પાસે અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવને લઈ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. આ વ્યક્તિની લાશ ડિકમ્પોઝ હોવાથી ઓળખ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ થશે. હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખાડી પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ પર જાંબુઆ બ્રિજ ઉતરતા આવેલી ખાડી પાસે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. હાઈવે જેવા વ્યસ્ત માર્ગની નજીકથી લાશ મળી આવવાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતદેહ ડિકમ્પોઝ સ્થિતિમાં જોવા મળ્યો ઘટનાસ્થળ પરથી પ્રાથમિક નજરે જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ મૃતદેહ છેલ્લા બેથી ત્રણ દિવસથી ત્યાં જ પડેલો હોવો તેવું જણાઈ રહ્યું છે. આ મૃતદેહ ડિકમ્પોઝ સ્થિતિમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. આ મૃતદેહ લોહીલુહાણ હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. લાંબો સમય ખુલ્લામાં રહેવાના કારણે મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાયેલી) હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે મૃતકની ઓળખ થઈ શકી નથી. આ બનાવને લઈ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતકની ઓળખ તથા મોતનું સાચું કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan