Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

કુંભણ શાળામાં બાળભાસ્કર બન્યું શિક્ષણનું અનોખું સાધન:વિદ્યાર્થીનીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા વિકસી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
કુંભણ શાળામાં બાળભાસ્કર બન્યું શિક્ષણનું અનોખું સાધન:વિદ્યાર્થીનીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા વિકસી
મહુવા તાલુકાની કુંભણ કન્યા પ્રાથમિક શાળામાં શિક્ષણને વધુ રસપ્રદ, આનંદદાયક અને જીવનમાં ઉપયોગી બનાવવા ઘણા પ્રયાસો કરાય છે. આ પ્રયાસોમાં ‘બાળભાસ્કર’ શનિવારે ભણાવવા આવતું એક અનોખું અને ઉપયોગી શૈક્ષણિક સાધન બની રહ્યું છે. ધોરણ-૩ની વિદ્યાર્થીનીઓ બાળભાસ્કરના માધ્યમથી જ્ઞાનની દુનિયાનો આનંદથી પરિચય મેળવી રહી છે. બાળભાસ્કરમાં વિવિધ વિષયો સરળ અને રસપ્રદ ભાષામાં રજૂ થાય છે. તેમાં ‘જાણવું જેવું’, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, પર્યાવરણ, વાર્તાઓ, ગીતો, કોયડાઓ, ચિત્રો અને વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આનાથી વિદ્યાર્થીનીઓમાં વાંચન પ્રત્યેનો રસ વધે છે. પાઠ્યપુસ્તકથી અલગ પ્રકારના વિષયો જાણવાની તક મળતાં બાળભાસ્કર ખરેખર ‘જ્ઞાનનો ખજાનો’ સાબિત થઈ રહ્યું છે. શનિવારના દિવસે વિદ્યાર્થીનીઓ બાળભાસ્કર વાંચે છે, તેમાં આપેલી માહિતી સમજે છે અને શિક્ષકના માર્ગદર્શનથી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રક્રિયાથી તેમની ભાષાકીય કુશળતા, વાંચનક્ષમતા, શબ્દભંડોળ, અભિવ્યક્તિ અને વિચારશક્તિનો વિકાસ થાય છે. વાર્તા અને ગીતો દ્વારા તેમને આનંદ સાથે શીખવાની તક મળે છે, જ્યારે વિજ્ઞાન અને જાણકારી આધારિત લેખો વિદ્યાર્થીનીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા વિકસાવે છે. શાળાના નવીન વિચારોવાળા શિક્ષક રમેશભાઈ બારડ બાળભાસ્કરના મહત્વને સમજી તેને સાચવી રાખે છે. તેઓ તેનો શૈક્ષણિક ઉપયોગ સતત કરતા રહે છે. જૂના બાળભાસ્કરને પણ ઉપયોગી સંદર્ભ સામગ્રી તરીકે સાચવી રાખીને વિદ્યાર્થીનીઓ સુધી પહોંચાડવાનો તેમનો અભિગમ વખાણવા લાયક છે. આ રીતે કુંભણ કન્યા શાળામાં બાળભાસ્કર માત્ર અખબારનું પૂરક નથી, પરંતુ વાંચન, જ્ઞાન, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવતું જીવંત શૈક્ષણિક સાધન બની રહ્યું છે. શિક્ષણમાં આવા નવા પ્રયોગો વિદ્યાર્થીનીઓને આનંદ સાથે શીખવાની અને સતત નવું જાણવાની પ્રેરણા આપે છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan