crime
કાકાએ જ સગા ભત્રીજાને એક ઝાટકે પતાવી દીધો
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ફરી એકવખત સંબંધો લજવાયા છે. કાકાએ જ પોતાના સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેતા, સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી. બનાવ અંગેની મળતી વિગત પ્રમાણે રાતીધાર ગામની વહેલી સવારે અંદાજે સાડા પાંચ વાગ્યાનો સમયે પ્રવીણ બચુ સોલંકી પર તેમના સગા કાકા ધીરુ સોલંકીએ કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો. જેમાં 45 વર્ષીય પ્રવીણ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ. તો બીજી તરફ સ્થાનિક પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે હત્યાનું કારણ જૂનું મનદુખ હોવાનું સામે આવ્યું છે. મૃતક પ્રવીણ સોલંકીને આરોપી ધીરુ સોલંકીના દીકરાઓ સાથે મહિનાઓ પહેલાં ઝઘડો થયો હતો. આ જ જૂના ઝઘડાનું વેર રાખીને હત્યા કરવામાં આવી હોવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Read full article on News18 Gujarati