top
ભાગીને લગ્ન કરનારને ગુજરાતના આ ગામમાં 'નો-એન્ટ્રી'! પંચાયતમાં કરાયો ઠરાવ
ભાગીને લગ્ન કરનારા યુવક-યુવતીઓ સામે હાલોલના વરસડા ગામમાં મહત્વનો ઠરાવ કરાયો હતો. ગ્રામ પંચાયતના લેટરપેડ પર કરાયેલા ઠરાવ પ્રમાણે માતા-પિતાની સંમતિ વિના ભાગીને લગ્ન કરનારને ગામમાં પ્રવેશ નહીં મળે. ગામનો છોકરો હોય કે છોકરી જો ભાગીને લગ્ન કરશે તો તેમને વરસડા ગામમાં રહેવા કે અવરજવર કરવા મળશે નહીં. મહત્વનું છે કે આઠ વર્ષ પહેલા બનેલી ઘટનાને ધ્યાને લઈને સર્વ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી, જે બાદ ગ્રામ પંચાયતના લેટરપેડ પર આ મહત્વનો ઠરાવ કરવામાં આવ્યો છે. સાથે જ આ ઠરાવ અંગેની જાણ પોલીસ મથક અને પ્રાંત અધિકારી સહિતના તંત્રને કરવામાં આવી છે.
Read full article on News18 Gujarati