Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બોટાદમાં નવજાત બાળકીને સળગતા કચરાના ઢગલામાં ત્યજી દેવાનો મામલો:પોલીસે આરોપી માતાની ધરપકડ કરી, અન્ય વ્યક્તિની સંડોવણી અંગે તપાસ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
બોટાદમાં નવજાત બાળકીને સળગતા કચરાના ઢગલામાં ત્યજી દેવાનો મામલો:પોલીસે આરોપી માતાની ધરપકડ કરી, અન્ય વ્યક્તિની સંડોવણી અંગે તપાસ
બોટાદ શહેરમાં થોડા દિવસ અગાઉ નવજાત શિશુને સળગતા કચરાના ઢગલામાં ત્યજી દેવાના ચકચારી બનાવનો પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. શહેરના કાદરશેઠની વાડી વિસ્તારમાં નવજાત શિશુને સળગતા કચરાના ઢગલામાં ત્યજી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ફોરેન્સિક રિપોર્ટથી સામે આવ્યું કે શિશુ બાળકી હતી ઘટનાની તપાસ દરમિયાન પોલીસે ત્યજી દેવાયેલા નવજાત શિશુ અંગે ફોરેન્સિક તપાસ કરાવી હતી. ફોરેન્સિક રિપોર્ટમાં નવજાત શિશુ બાળકી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘટનાની કડીઓ જોડીને તપાસ આગળ ધપાવી હતી. બાળકીને જન્મ આપ્યા બાદ માતાએ જ ત્યજી દીધી પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, નવજાત બાળકીને જન્મ આપ્યા બાદ તેની માતાએ જ તેને સળગતા કચરાના ઢગલામાં ત્યજી દીધી હોવાનું સામે આવ્યું છે. તપાસના આધારે પોલીસે આરોપી માતાની ધરપકડ કરી છે. ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ પોલીસે આરોપી માતાની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળકીને જન્મ આપ્યા બાદ કયા કારણોસર તેને કચરાના ઢગલામાં ત્યજી દેવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. બોટાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી થોડા દિવસ અગાઉ બનેલી આ ગંભીર ઘટનાનો ભેદ ઉકેલાતા બોટાદ પોલીસે આરોપી માતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે તપાસ આગળ વધારવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા ઘટનાને લગતી અન્ય વિગતો પણ એકત્ર કરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan