Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

કેરળ: સંઘ વિચારક ટીજી મોહનદાસની અટકાયત, જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર કરી હતી વાંધાજનક ટિપ્પણી

📰 The Indian Express 🕐 1 min read 📅 August 9, 2026 👁 10 views
કેરળ: સંઘ વિચારક ટીજી મોહનદાસની અટકાયત, જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર કરી હતી વાંધાજનક ટિપ્પણી
કેરળના તિરુવનંતપુરમ શહેર સાયબર ક્રાઇમ પોલીસની એક ટીમે કોચીના મટ્ટનચેરી ખાતેના તેમના ઘરેથી આરએસએસના વિચારધારક ટીજી મોહનદાસની અટકાયત કરી છે. ટીજી મોહનદાસ પર દિલ્હીના જંતર-મંતર ખાતે NEET પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. પોલીસ અટકાયત કરી કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નીથલાએ આરએસએસ નેતા ટીજી મોહનદાસ દ્વારા આપવામાં આવેલા કથિત વાંધાજનક નિવેદનોની પોલીસ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ પોલીસે રવિવારે તેમના નિવાસસ્થાનેથી તેમની અટકાયત કરી હતી. વિવાદ કેવી રીતે શરૂ થયો? આ વિવાદ મોહનદાસની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરાયેલા વીડિયોથી ઉભો થયો છે. 26 જુલાઈના રોજ અપલોડ કરાયેલા એક વીડિયોમાં તેમણે ચર્ચા કરી હતી કે જો પરિસ્થિતિને નિયંત્રિત કરવાની જવાબદારી તેમની હોત તો તેઓ વિરોધીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરતા. #WATCH | Kochi, Keralam: RSS Ideologue TG Mohandas has been taken into police custody from his residence in Mattancherry, Kochi, by a team from the Thiruvananthapuram City Cyber Crime Police. TG Mohandas was taken into custody over his alleged derogatory remarks against... pic.twitter.com/x1WSEtZbd7 — ANI (@ANI) August 9, 2026 ટીજી મોહનદાસે શું કહ્યું? ટીજી મોહનદાસે કહ્યું કે તેઓ જંતર-મંતરની આસપાસના ચાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કર્ફ્યુ લાદશે અને વિરોધીઓને ત્રણ વખત વિખેરાઈ જવા કહેશે. તેમણે પછી કહ્યું, "તે પછી હું ગોળીબાર કરીશ. લોકો આમતેમ ભાગી જશે. કેટલાક મૃત્યુ પામી શકે છે. કેટલાક બચી શકે છે. કેટલાક ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ચાર કલાકમાં પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવશે અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. મહિલાઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી બીજા વીડિયોમાં મોહનદાસે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતી મહિલાઓ અંગે એક અલગ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. વીડિયોમાં તેમને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, "પોલીસને આ વિસ્તારમાંથી પાછી ખેંચી લેવી જોઈએ અને તેમને પ્રદર્શનકારીઓના ભરોસે છોડી દેવી જોઈએ. બળાત્કાર અને હત્યાઓ થશે. બળાત્કારની કોઈ ફરિયાદ નહીં હોય કારણ કે તેઓ બળાત્કારને પસંદ કરે છે." આ પણ વાંચો: 'અનામત પર રાજકારણ કરવાનું બંધ કરે RSS', મોહન ભાગવતના નિવેદન પર માયાવતીનો પલટવાર જોરદાર ટીકા થઈ આ ટિપ્પણીઓની રાજકીય પક્ષો અને વિદ્યાર્થી સંગઠનો તરફથી આકરી ટીકા થઈ હતી. દરમિયાન ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (AISF) એ મોહનદાસ સામે કાર્યવાહીની માંગ કરતી ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમની ટિપ્પણીઓ પ્રદર્શનકારીઓ સામે હિંસાને ઉશ્કેરે છે. #WATCH | Kochi, Keralam | On Police action against TG Mohandas over remarks on CJP protest, BJP Ward Councillor Priya Prasanth says, “TG Mohandas, who was a renowned writer and a philosopher of the RSS, he gaven a statement that if he was in the place of PM Modi and HM Amit Shah,... pic.twitter.com/wRVxXZM1X0 — ANI (@ANI) August 9, 2026 શાસક પક્ષને ખુશ કરવા માટેનું નાટક - ભાજપ વોર્ડ કાઉન્સિલર ટીજી મોહનદાસ સામે પોલીસ કાર્યવાહી પર ટિપ્પણી કરતા ભાજપ વોર્ડ કાઉન્સિલર પ્રિયા પ્રશાંતે કહ્યું, "જાણીતા આરએસએસ લેખક અને વિચારક ટીજી મોહનદાસે કહ્યું હતું કે જો તેઓ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જગ્યાએ હોત તો તેમણે દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો સામે આઈપીસીની કલમ 144 હેઠળ બળનો ઉપયોગ કર્યો હોત. આ ફક્ત એક ભારતીય નાગરિક દ્વારા પીએમ મોદી સાથે સરખામણી કરતી વખતે આપેલું નિવેદન હતું. હકીકતમાં તેમણે એ પણ નોંધ્યું હતું કે પીએમ મોદી આવું કામ કરી શકતા નથી કારણ કે તેઓ રાષ્ટ્રના વડા છે." આગળ કહ્યું, "જે કલમો હેઠળ પોલીસે કેસ નોંધ્યો છે તેમાં ત્રણ વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ત્રણ વર્ષથી ઓછી સજાવાળા ગુનાઓ માટે ધરપકડ ફરજિયાત નથી. આ ફક્ત શાસક પક્ષને ખુશ કરવા માટે રચાતું રાજકીય નાટક છે."
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan