politics
દેશભક્તિના રંગે રંગાયું જગત મંદિર!
80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભરમાં હર્ષોલ્લાસ સાથે થઈ રહી છે, ત્યારે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ જગત મંદિર પણ દેશભક્તિના રંગે રંગાયું હતું. જગત મંદિરના શિખર પર તિરંગારૂપ ધ્વજા અર્પણ કરવામાં આવી હતી. ત્યારે ભક્તિમય માહોલની સાથે દેશપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારથી જ દ્વારકાધીશના દર્શને ઉમટી પડ્યા છે. ત્યારે જગત મંદિર પર લહેરાતી તિરંગારૂપી ધ્વજાનો નજારો શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
Read full article on News18 Gujarati