Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સરકારી શાળાઓમાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત સામે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘનો વિરોધ:શિક્ષકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ, શાળાની મુલાકાત માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 21, 2026 👁 9 views
સરકારી શાળાઓમાં કોંગ્રેસના નેતાઓની મુલાકાત સામે પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘનો વિરોધ:શિક્ષકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ, શાળાની મુલાકાત માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓ તેમજ રાજ્યની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓની કોંગ્રેસ દ્વારા મુલાકાત લઈ ખામી ઉજાગર કરવામાં આવી રહી છે. જો કે હવે તેને પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા તેનો વિરોધ દર્શાવી શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજકીય પક્ષ દ્વારા શાળાઓની મુલાકાત લઈને શિક્ષકોને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ સરકાર દ્વારા શાળાની મુલાકાત માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે તેવી શિક્ષણમંત્રી પાસે પત્ર લખી માંગ કરવામાં આવી છે. બાળમજરીના વીડિયો કોંગ્રેસ નેતાઓએ વાયરલ કર્યાં હતા AMC સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓ ગંદુ પાણી હોય તેવો અને વિદ્યાર્થીઓ પાસે બાળમજૂરી કરાવતો હોય તેવા શાળામાં વીડિયો કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લઈને વાયરલ કર્યા હતા. જેમાં સ્માર્ટ શાળાઓના દાવા કરતી સ્કૂલ બોર્ડની છબી ખરડાઈ હતી. તેમજ બે દિવસ પહેલા સ્કૂલ બોર્ડના સભ્ય અને અમદાવાદ શહેર પ્રમુખ સોનલ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પણ શાળાની મુલાકાત કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. રાજકીય પક્ષ દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવતા પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા સીધો શિક્ષણમંત્રીને જ પત્ર લખવામાં આવ્યો છે. અત્યારે શાળામાં ત્રિમાસિક કસોટી અને ગુણોત્સવ મૂલ્યાંકનની કામગીરી પણ ચાલી રહી છે. 'શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે તેવી સ્થિતિ ઊભી થઈ' આવી સ્થિતિમાં શાળાઓમાં વારંવાર મુલાકાતો લેવામાં આવે અને તેનો હેતુ શાળાઓના નકારાત્મક સમાચાર ફેલાવવાનો હોય તો તેના કારણે શિક્ષકો સતત માનસિક તણાવમાં રહે તેવી સ્થિતિ ઊભી થઈ હોવાનો શિક્ષણમંત્રીને પત્ર લખી દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ બોર્ડની અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓના શિક્ષકો તથા મુખ્ય શિક્ષકોના સતત પ્રયાસોથી શાળાઓમાં સારી કામગીરી થઈ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી કોઈપણ સંસ્થા, પક્ષ કે વ્યક્તિ શાળાની મુલાકાત લે ત્યારે શાળાની સકારાત્મક કામગીરીને પણ ધ્યાનમાં લેવામાં આવે અને ખામીઓ જણાય તો યોગ્ય તપાસ બાદ તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. એક શાળાની સ્થિતિના આધારે તમામ સરકારી શાળાઓ અને શિક્ષકોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે તેનો વિરોધ કરવામાં આવ્યો છે. શાળા મુલાકાતની માર્ગદર્શિકા જાહેર કરવા માગ સરકારી શાળાઓ રાજકીય અખાડો ન બને અને શાળાના શૈક્ષણિક વાતાવરણમાં કોઈપણ પ્રકારનું રાજકીય દબાણ ન આવે તે માટે ‘શાળા મુલાકાત’ અંગે સ્પષ્ટ અને એકસમાન માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી શિક્ષણમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે. તેમજ શાળાની મુલાકાત કોણ લઈ શકે, કઈ રીતે લઈ શકે, શૈક્ષણિક કામગીરીમાં વિક્ષેપ ન પડે તે માટેની વ્યવસ્થા, શિક્ષકો સાથેનો વ્યવહાર તેમજ શાળા સંબંધિત બાબતો જાહેરમાં રજૂ કરવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટ સૂચનો આપવામાં આવે તેવી પણ પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan