Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

હાઇ પ્રોટીન બ્રેકફાસ્ટ, ઝટપટ બનાવો ક્રિસ્પી ટોફુ વાળો ગ્રીન સૂપ

📰 The Indian Express 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
હાઇ પ્રોટીન બ્રેકફાસ્ટ, ઝટપટ બનાવો ક્રિસ્પી ટોફુ વાળો ગ્રીન સૂપ
Tofu Green Soup Recipe : સવારનો નાસ્તો પૌષ્ટિક, પ્રોટીન, ફાઇબર અને ઊર્જાથી ભરપૂર હોવો જોઈએ. જે તમને આખો દિવસ ફ્રેશ રાખશે. પ્રોટીનની વાત કરીએ તો તે સ્નાયુઓ અને કોષોની રચના માટે અને શરીરના સમારકામ માટે જરૂરી છે. જે લોકો જીમમાં પરસેવો પાડે છે તેઓ વધુ પ્રોટીનનું સેવન કરે છે. સવારે સૌથી મોટી સમસ્યા નાસ્તાને લઇને હોય છે, એવું છું બનાવવું જે સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય. જો તમે પ્રોટીન, ફાઇબર અને એનર્જીથી ભરપૂર નાસ્તો શોધી રહ્યા છો તો પછી તમે ક્રિસ્પી ટોફુ સાથે લીલો સૂપ બનાવી શકો છો. આ સૂપ બ્રોકલી, પાલક અને કોથમીર ઉમેરીને બનાવવામાં આવે છે, જે તેના પોષક તત્વો અને ફાયદાઓમાં વધારો કરે છે. આ સૂપ બનાવવા માટે તમે બ્રોકલીની દાંડી અને ફૂલો બંનેનો ઉપયોગ કરી શકો છો. બ્રોકલીને નાળિયેરના દૂધમાંથી બનેલા સ્વાદિષ્ટ શોરબેમાં પકાવ્યા પછી પાલક અને કોથમીર સાથે પીસીને સૂપ તૈયાર કરવામાં આવે છે. તેને ઘરે કેવી રીતે બનાવવું તે જાણીએ. ટોફુ સાથે લીલો સૂપ બનાવવાની સામગ્રી 250-300 ગ્રામ બ્રોકલી 2 કપ પાલક 1 અડધો કપ લીલા ધાણા 200 ગ્રામ ફર્મ ટોફુ 1 મધ્યમ કદની ડુંગળી અથવા 3-4 લીલી ડુંગળી 1 ઇંચ આદુ 3-4 લસણની કળી 1 લીલું મરચું 200 મિલી નાળિયેર દૂધ 2 ચમચી લીંબુનો રસ 1 મોટી ચમચી તેલ 2 કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું 1 ચપટી કાળી મરી પાઉડર અડધી ચમચી જીરું પાવડર ક્રિસ્પી ટોફુ કરવા માટે સામગ્રી 1 ચમચી તેલ 1 ચપટી લાલ મરચું પાવડર 1 ચપટી કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી મીઠું 1 ચમચી કોર્નફ્લોર હાઇપ્રોટીન સૂપ બનાવવાની રીત સૌ પ્રથમ ફુને કપડા અથવા રસોડાના ટિશ્યુથી સારી રીતે સૂકવી લો અને તેને નાના ટુકડાઓમાં કાપી લો. તેમાં 1 ચમચી મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું, મીઠું અને કોર્નફ્લોર મેળવી સારી રીતે મિક્સ કરી લો. હવે નોન-સ્ટીક પૅન અથવા કડાઇને ગરમ કરી લો. તેમાં ટોફૂના ટુકડા મેળવી મધ્યમ તાપ પર 8-10 મિનિટ સુધી ફ્રાય કરી લો. વચ્ચે વચ્ચે પલટતા રહો. જ્યારે તે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યારે ગેસ બંધ કરી એક પ્લેટમાં કાઢી લો. હવે એક કઢાઇમાં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં સમારેલી ડુંગળી, આદુ, લસણ અને લીલા મરચાં મેળવી 2-3 મિનિટ સુધી તળી લો. આ પછી તેમાં બ્રોકલીની દાંડી ઉમેરો અને 4-5 મિનિટ સુધી રાંધી લો. ત્યારબાદ તેમાં બ્રોકલના ફુલ ઉમેરો અને વધુ 1-2 મિનિટ સુધી રાંધી લો. ગણપતિ બાપ્પાને મગ દાળ બરફીનો ભોગ ધરાવો, માવા વગર આ રીતે બનાવો હવે તેમાં નાળિયેરનું દૂધ અને 2 કપ પાણી ઉમેરો. મીઠું, મરી અને જીરું પાવડર ઉમેર્યા પછી ઉકાળો. આ પછી વાસણ ઢાંકી દો અને ધીમા તાપે 8-10 મિનિટ સુધી રાંધી લો. ગેસ બંધ કરો અને તેમાં પાલક અને કોથમીર ઉમેરો. વાસણને 2 મિનિટ સુધી ઢાંકીને રાખો, જેથી પાલક અને કોથમીર હળવા પકાઇ જાય. હવે હેન્ડ બ્લેન્ડરની મદદથી સૂપને સારી રીતે ગ્રાઇન્ડ કરી તેને નરમ અને ક્રીમી બનાવો. જો સૂપ ખૂબ જાડો લાગે છે, તો થોડું ગરમ પાણી ઉમેરો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. બાઉલમાં સૂપ રેડો અને ક્રિસ્પી ટોફુ ઉપર નાખો. જો તમે ઇચ્છો તો તમે ઉપર થોડા કાળી મરી, ઝીણી સમારેલી કોથમીર અને એક ચપટી ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. આ સૂપનો સ્વાદ વધુ વધારે છે. હવે તમે ગરમ સૂપ પીરસી શકો છો.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan