Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પતિ અને સસરિયાઓએ ત્રાસની હદ વટાવી:રાજકોટમાં ગર્ભવતી પત્નીને દારૂડિયા પતિએ ઢોર માર મારતા ગર્ભપાત થયો, સ્ત્રીધન પચાવી પાડી શારીરિક- માનસિક ત્રાસ આપતા પતિ-સાસુ-સસરા સામે ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 13, 2026 👁 2 views
પતિ અને સસરિયાઓએ ત્રાસની હદ વટાવી:રાજકોટમાં ગર્ભવતી પત્નીને દારૂડિયા પતિએ ઢોર માર મારતા ગર્ભપાત થયો, સ્ત્રીધન પચાવી પાડી શારીરિક- માનસિક ત્રાસ આપતા પતિ-સાસુ-સસરા સામે ફરિયાદ
રાજકોટ શહેરમાંથી સાસરિયાંના શારીરિક-માનસિક ત્રાસ તેમજ ગંભીર શોષણનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ નજીક આવેલી ગિરિરાજ ડેરી વાળી શેરીમાં પીજી (PG)માં પોતાની 6 વર્ષની માસૂમ દીકરી સાથે આશ્રય લઈ રહેલી 28 વર્ષીય પરિણીતા પૂનમબેન ગોસલીયાએ પોતાના પતિ હર્ષ આશિતભાઈ ગોસલીયા, સાસુ ઉર્વીબેન આશિતભાઈ ગોસલીયા અને સસરા આશિતભાઈ વિનયચંદ્ર ગોસલીયા સામે શારીરિક-માનસિક ત્રાસ આપવા, મારપીટ કરવા તેમજ સ્ત્રીધન ઓળવી જવા અંગે રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં દારૂડિયા પતિએ ઢોર માર મારતા ગર્ભપાત થયો હોવાનું અને સ્ત્રીધન પણ પચાવી પાડી શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પૂનમબેને ફરિયાદમાં જણાવ્યુ હતું કે,, મારા અને હર્ષ વચ્ચે વર્ષ 2016માં મિત્રોના ગ્રુપ મારફતે મુલાકાત થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. અમે લુવાણા જ્યારે હર્ષ જૈન વાણિયા જ્ઞાતિનો હોય બંનેની જ્ઞાતિ અલગ હતી. છતાં પરિવારજનો સાથે વાતચીત કર્યા બાદ 8 ફેબ્રુઆરી 2018નાં લગ્ન હિન્દુ રીત-રિવાજ મુજબ રાજકોટ ખાતે કરવામાં આવ્યા હતા. આ લગ્નજીવન દરમિયાન તેઓને સંતાનમાં હાલ 6 વર્ષની પુત્રી પ્રાંશી છે. મારા લગ્ન બાદ હું મનહર પ્લોટ 11, માધવ પ્રેમ એપાર્ટમેન્ટ ખાતે મારા પતિ, સાસુ, સસરા, નણંદ અને દાદાજી સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. મારા પતિ 33 વર્ષીય હર્ષ અને 62 વર્ષીય સસરા આશિતભાઈ બંન્ને મળી 'એ.બી.એમ. એન્ટરપ્રાઇઝ સ્ટીલ' નામથી બાથરૂમ એસેસરીઝનો ધંધો ચલાવે છે. લગ્નનાં આશરે એકાદ વર્ષ સુધી લગ્નજીવન સારું ચાલ્યા બાદ સાસરિયાંઓએ પોતાનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું હતું. જેમાં પતિ હર્ષ અવારનવાર મારા ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરીને "તારે કોઈ સાથે અફેર છે" તેમ કહી અવારનવાર ઝઘડા કરતો હતો. આ સિવાય સાસુ ઉર્વીબેન પણ "તને કાંઈ ઘરકામ આવડતું નથી" તેમ કહી વારંવાર મેણા-ટોણા મારી અપમાનિત કરતા હતા અને સસરા આશિતભાઈ પણ નાની-નાની બાબતોમાં બોલાચાલી કરી અપશબ્દો બોલતા હતા. દરમિયાન પોતે જ્યારે પ્રથમ વખત 3 મહિનાના સગર્ભા હતા, ત્યારે હર્ષ રાત્રે દારૂ પીને ઘરે આવ્યો હતો. દારૂના નશામાં બંને વચ્ચે બોલાચાલી થતાં પતિએ મારી સાથે ઝપાઝપી કરી ઢોર માર માર્યો હતો, જેના કારણે તેઓ અથડાઈને બેડ પર પડયા હતા. પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં બીજા દિવસે સવારે મને આશીર્વાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સોનોગ્રાફી રિપોર્ટમાં ગર્ભસ્થ શિશુનું મૃત્યુ થયું હોવાનું સામે આવતાં તેમનું અબોર્શન કરાવવું પડ્યું હતું. તે સમયે પતિએ પોતાની ભૂલ સ્વીકારી આગળથી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ ડિસેમ્બર 2019માં પરિણીતા ફરી સગર્ભા બન્યા ત્યારે પણ સાસરી પક્ષ દ્વારા મેણા-ટોણા મારી ઘરનું તેમજ બહારનું તમામ કામ કરાવવામાં આવતું હતું. ડિલિવરી સમયે મને પાડોશી દ્વારા ફ્લોરેન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ સાસરિયાંમાંથી કોઈ સમયસર આવ્યું નહોતું. બાદમાં જ્યારે ડોક્ટરે પરિસ્થિતિ ગંભીર હોવાનું કહી "માતા અથવા બાળક બેમાંથી એક જીવી શકશે" તેમ જણાવ્યું ત્યારે પતિ અને સાસુ-સસરાએ નિર્દયતાપૂર્વક કહ્યું હતું કે, "અમારે સંતાન બચી જાય તો ઘણું, મા તો બીજી પણ મળી જશે." અને જન્મ સમયે દીકરીનું વજન માત્ર 1.700 કિલોગ્રામ હતું, છતાં સાસુ દીકરીને દૂધ પીવડાવવા જેવી બાબતે પણ ઝઘડો કરી મારા પર હાથ ઉપાડતા હતા. આ ઉપરાંત સાસરિયાંઓ નાનપણથી જ દીકરીને મારા વિરુદ્ધ ચઢામણી કરતા હતા. આરોપીઓ અંધશ્રદ્ધામાં માનતા હોવાથી મને બળજબરીથી અવારનવાર વિવિધ દેવસ્થાને લઈ જતા અને ઉપવાસ કરાવતા હતા, જ્યારે પીયર જવાની મંજૂરી આપતા નહોતા. વર્ષ 2023માં દાદાજી સસરાના અવસાન બાદ પોતે પિતા સાથે શિરડી ગયા ત્યારે પણ સસરાએ ફોન કરીને તાત્કાલિક પ્રાઈવેટ ગાડી કરીને રાજકોટ પરત બોલાવી લીધા હતા. અંતે પતિ કે સાસરિયાં તરફથી દીકરીના ભણતર કે જીવન નિર્વાહમાં કોઈ સહકાર નહીં મળતાં હું મારી 6 વર્ષની પુત્રી સાથે અલગ પીજીમાં રહેવા ગઇ હતી. આ પછી લગ્ન સમયે મળેલ સ્ત્રીધન તેમજ દાગીનાઓ પરત માગતાં મારા પતિ હર્ષે તે સોનું ફેડરલ બેંક રાજકોટ ખાતે લોન પર મૂકી દીધું હોવાનું સામે આવ્યું હતું અને સ્ત્રીધન પરત આપવાનો પણ ઇનકાર કર્યો હતો. જેને લઈને મારો હક્ક મેળવવા માટે મેં ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને નવી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ અરજીઓ કરી હતી. તા. 28/07/2026ના રોજ હું જ્યાં પીજીમાં રહેતી હતી ત્યાં સાસુ, સસરા, નણંદ અને નણંદોઈ આવીને માથાકૂટ કરવા લાગતાં મેં 112 નંબર ઉપર ફોન કરીને પોલીસને બોલાવી હતી. અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. આખરે કંટાળીને મેં મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ હર્ષ ગોસલીયા, સાસુ ઉર્વીબેન ગોસલીયા ઉપરાંત સસરા આશિતભાઈ ગોસલીયા સામે ગુનો નોંધીને આગળની કાનૂની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan