top
પોલીસને બાતમી આપવાની અદાવતમાં યુવકને મારી નાખવાની ધમકી:કેફી પીણું વેચનાર શખ્સને પકડાવ્યાની દાઝ, છ સામે પોલીસ ફરિયાદ
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતીતળાવ રામાપીરના મંદિર પાસે રહેતા અને અલંગના ભંગારનો વ્યવસાય કરતા 32 વર્ષીય ઈરફાનભાઈ અશરફભાઈ સુમરાએ બોરતળાવ પોલીસ મથકમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમના ઘર પાસે રહેતો અકરમ કેફી પીણાનું વેચાણ કરતો હતો. આ અંગે ઈરફાનભાઈએ પોલીસને બાતમી આપતા પોલીસે કાર્યવાહી કરી અકરમને ઝડપી જેલ હવાલે કર્યો હતો. અલગ-અલગ સમયે આવી ધમકીઓ આપી અકરમને પોલીસને પકડાવ્યાની દાઝ રાખી તેના ભાઈ આસિફ સહિત છ શખ્સોએ ઈરફાનભાઈને ધમકાવવાનું શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, આસિફ ઇલિયાસભાઈ વળદોરિયા, અનિસ સલીમભાઈ માંકડ, સમીર સલીમભાઈ માંકડ, ઇરફાન અબ્બાસભાઈ વળદોરિયા, મુબારક ઉર્ફે ગોયો અને દેવલ અલગ-અલગ તારીખે અને અલગ-અલગ સમયે આવી ઈરફાનભાઈને અપશબ્દો બોલતા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે છ શખ્સોએ ઈરફાનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સતત ધમકીઓ મળતાં આખરે તેમણે બોરતળાવ પોલીસનો સંપર્ક કરી તમામ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે આસિફ ઇલિયાસભાઈ વળદોરિયા સહિત છ શખ્સો સામે BNSની કલમ 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar