Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

હિંમતનગરમાં પોલીસ બોલેરોએ રાહદારીને ટક્કર મારી:ગંભીર ઈજાગ્રસ્તને અમદાવાદ ખસેડાયો, ભાગેલા ચાલકને પોલીસે પકડ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
હિંમતનગરમાં પોલીસ બોલેરોએ રાહદારીને ટક્કર મારી:ગંભીર ઈજાગ્રસ્તને અમદાવાદ ખસેડાયો, ભાગેલા ચાલકને પોલીસે પકડ્યો
હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તારમાં મંગળવારે રાત્રે એક અકસ્માત થયો હતો. ખેરોજ પોલીસ સ્ટેશનની બોલેરોએ રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત પછી બોલેરો ચાલક વાહન લઈને ભાગી ગયો હતો. જોકે, બી ડિવિઝન પોલીસે NG સર્કલ પાસેથી બોલેરો ચાલકને પકડી લીધો હતો. બી ડિવિઝન પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ઋષભ જયંતીભાઈ પ્રજાપતિ મંગળવારે વડોદરામાં વડાપ્રધાનના કાર્યક્રમમાંથી ફરજ પૂરી કરીને પરત ફરી રહ્યો હતો. તે પોલીસ બોલેરો નંબર GJ-09-GA-0651 લઈને હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. ન્યાયમંદિર વિસ્તારમાં બોલેરો ખૂબ ઝડપથી બમ્પ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે તેણે વણઝારા વાસમાં રહેતા રમેશભાઈ હરલાજી વણઝારાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રમેશભાઈને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તરત હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર પછી વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે. નગીનજી વિરાજી વણઝારાની ફરિયાદને આધારે પોલીસે બોલેરો ચાલક ઋષભ પ્રજાપતિ સામે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ કરી રહી છે. બુધવારે સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI ડી.એન. વસાવા અને બીજા પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પંચનામા સહિતની કાનૂની કાર્યવાહી કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan