Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ઓનલાઈન ગેમિંગ અને ડિજિટલ અરેસ્ટ:ગુજરાતના યુવાનોની ભરતી કરીને સાઈબર ઠગાઈમાં ઉપયોગ કરવાનું કૌભાંડ પકડાયું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 10 views
ઓનલાઈન ગેમિંગ અને ડિજિટલ અરેસ્ટ:ગુજરાતના યુવાનોની ભરતી કરીને સાઈબર ઠગાઈમાં ઉપયોગ કરવાનું કૌભાંડ પકડાયું
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચલાવવામાં આવતું સાઈબર ઠગાઈનું મહાકૌભાંડ પકડી પાડ્યું છે. આ પ્રકરણમાં 12 જણની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં જાહેરાતો આપીને યુવાનોની ભરતી કર્યા પછી તેમનો ઉપયોગ આ સાઈબર ઠગાઈ માટે કરવામાં આવતો હતો એવું બહાર આવ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં બેંક્ગિ પ્રક્રિયા માટે યુવાનોની જરૂર છે એવી જાહેરાત આપીને યુવાનોને આ કૌભાંડનો હિસ્સો બનાવવામાં આવ્યા હતા. દેશભરમાં ઠગાઈના 83 પ્રકરણ બહાર આવ્યાં છે. આમાંથી ઊભા કરેલા રૂ. 500 કરોડ આરોપીઓએ દુબઈમાં તેમના સાગરીતોને મોકલ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે 50-60 કરોડ રૂપિયા રોકવામાં સફળતા મેળવી છે. આ કૌભાંડમાં 20થી 25 વયવર્ષના 12 આરોપીઓની ધરપકડ કરવામં આવી છે. છથી આઠ મહિનામાં આ ટોળકીએ ગોવાથી 500 કરોડ રૂપિયા દુબઈમાં મોકલ્યા છે. આ ટોળકીના મુંબઈના ઠગો વિવિધ બેંકમાં ખાતાં ખોલવાની પ્રક્રિયા પાર પાડતા હતા. અલગ અલગ જરૂરતમંદોને અમુક રકમ આપીને તેમની વિગતો લઈને ખાતાં ખોલાવવામાં આવે છે. આ પછી બેંક સાથે સંબંધિત બધા દસ્તાવેજો તેમ જ ચેકબુક, એટીએમ કાર્ડ, પાસબુક વગેરે સામગ્રી લક્ઝરી બસ દ્વારા ગોવામાં મોકલતા હતા. આ ખાતાંનો ઉપયોગ સાઈબર ઠગાઈની રકમ જમા કરવી, રકમ ઉપાડવી અને વિવિધ બેંક ખાતાંમાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. બેંકના કર્મચારીઓની પણ આ ખાતાં ખોલાવી આપવામાં સંડોવણી હોવાની શંકા છે, જેની તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. ગોવામાં બે માળનો બંગલો ભાડે રાખ્યો સાઈબર ઠગોએ ગોવાના કલંગુટ બીચ નજીક કાસા ધ નિકોલ વિલામાં બે માળનો બંગલો ભાડા પર રાખ્યો હતો. ગુજરાતથી ભરતી કરાયેલા યુવાનોને ગોવા સેન્ટરમાં મોકલવા પૂર્વે 10થી 15 દિવસની તાલીમ આપવામાં આવતી હતી. તેમને માસિક રૂ. 30 હજાર પગાર અને તેમના દ્વારા વ્યવહાર કરાયેલી રકમમાંથી ત્રણ ટકા કમિશન આપવામાં આવતું હતું. રકમ ટ્રાન્સફરનું કામ સોંપવા પૂર્વે આ યુવાનોને બેંકિંગ પ્રક્રિયા અને ડિજિટલ વ્યવહારોની તાલીમ આપવામાં આવી હતી, એવું બહાર આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ અને ડિજિટલ અરેસ્ટ આરોપીઓ ઓનલાઈન ગેમિંગ અને ડિજિટલ અરેસ્ટ થકી પણ પૈસા પડાવતા હતા. 100 પેનલ અને રુદ્ર જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરતા હતા. ડિજિટલ અરેસ્ટ થકી મેળવેલી રકમ આ નેટવર્ક દ્વારા વાળવામાં આવી હોવાની શંકા છે. લેપટોપ અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અન્ય બોગસ વ્યક્તિને નામે ખોલાવેલાં બેંક ખાતાંનો ઉપયોગ કરાતો હતો. આ કાર્યવાહીમાં પોલીસે બંગલામાંથી 15 લેપટોપ, 128 એટીએમ, 89 મોબાઈલ ફોન, 76 સિમ કાર્ડ, 22 ચેક બુક, 77 પાસબુક કબજામાં લેવાયા છે. આ વ્યવહારની નોંધ માટે એક સ્વતંત્ર ડાયરી રાખી હતી, જે પણ કબજામાં લેવાઈ છે, જે પરથી કૌભાંડનાં મૂળિયાં સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan