top
બોટાદમાં ઈદે મિલાદનું જુલુસ નીકળ્યું:ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લોકો મોટી સંખ્યામાં જોડાયા
બોટાદ શહેરમાં ઈદે મિલાદની ઉજવણી નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરાયું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેના કારણે શહેરમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલુસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ ચોકલેટનું વિતરણ કરીને પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ના જન્મદિવસની ખુશી વ્યક્ત કરાઈ હતી. જુલુસ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે બોટાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શાંતિપૂર્ણ વ્યવસ્થા જાળવવા બદલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરાયો હતો.
Read full article on Divya Bhaskar