Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતના પુણાગામમાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
સુરતના પુણાગામમાં હોટ ફિક્સના કચરામાં ભીષણ આગ:દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા, વિસ્તારમાં અફરાતફરી મચી, ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો
સુરતમાં જાહેર રસ્તાઓ પર બેફામ ફેંકવામાં આવતો હોટ ફિક્સનો પ્લાસ્ટિક વેસ્ટ હવે સ્થાનિક રહીશો માટે અતિ જોખમી સાબિત થઈ રહ્યો છે. પુણાગામ સ્થિત લક્ષ્મી પાર્ક સોસાયટી નજીક પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. કચરો પ્લાસ્ટિક મટીરિયલનો હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાઈ ગયા હતા. વિસ્તારમાં અફરાતફરી, સ્થાનિકોમાં ફફડાટ આગ અને ધુમાડાના કારણે આસપાસના રહીશો તથા રાહદારીઓમાં ભારે નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. બનાવની જાણ થતાં જ પુણા ફાયર સ્ટેશનનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હોટ ફિક્સનો કચરામાં અગાઉ પણ આગ લાગી હતી ઉલ્લેખનીય છે કે, શહેરમાં હોટ ફિક્સ પેપર અને પ્લાસ્ટિકનો કચરો ખુલ્લી જગ્યાઓ કે કચરાપેટીઓમાં ફેંકી દેવામાં આવે છે, જે અત્યંત જ્વલનશીલ હોવાથી સહેજ તણખો પડતાં જ સળગી ઊઠે છે. ભૂતકાળમાં પણ આવી જ રીતે હોટ ફિક્સના કચરામાં આગ લાગવાની 3 અલગ-અલગ ઘટનાઓ બની ચૂકી છે, જેમાં એક મોપેડ, બે કાર અને એક રિક્ષા બળીને ખાક થઈ ગયા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan