top
મોરવા હડફમાં પ્રથમવાર કાવડ યાત્રાનું આયોજન:ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત અનેક લોકો જોડાયા
મોરવા હડફમાં તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા પ્રથમવાર કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. માનવ કલ્યાણના પવિત્ર સંકલ્પ સાથે યોજાયેલી આ કાવડ યાત્રામાં જોડાયેલા ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને અન્ય શ્રદ્ધાળુઓએ મોરેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેક કર્યો હતો. જલાભિષેક દરમિયાન સર્વના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભોળાનાથ સૌના જીવનમાં સુખ-શાંતિ અને આરોગ્યનો પ્રકાશ પાથરે તેવી હૃદયપૂર્વક કામના કરાઈ હતી. આ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ગામના લોકો અને શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
Read full article on Divya Bhaskar