Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

​રાજકોટમાં આપઘાતના બે બનાવ:સોફ્ટવેર એન્જીનીયરે આર્થિક ભીંસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ અને આધેડે દારૂની કુટેવથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
​રાજકોટમાં આપઘાતના બે બનાવ:સોફ્ટવેર એન્જીનીયરે આર્થિક ભીંસથી કંટાળી સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ અને આધેડે દારૂની કુટેવથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
મૂળ જામનગર જિલ્લાના લાલપુરના વતની અને હાલ રાજકોટના દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતા 34 વર્ષીય મુનીરભાઈ કાસમભાઈ ખાખીએ સવારના સમયે પોતાના ઘરે રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના બની તે પૂર્વે સવારે મુનીરભાઈ અને તેમના પત્ની શબીનાબેન બંને સાથે મળીને પોતાના સંતાનને સ્કૂલે મૂકવા ગયા હતા સ્કૂલેથી ઘરે પરત ફર્યા બાદ મુનીરભાઈએ પત્નીને નાસ્તો બનાવવાનું કહ્યું હતું અને પોતે રૂમમાં ગયા હતા થોડી વાર બાદ પત્નીએ જોતા મુનીરભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી ​પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. મૃતક મુનીરભાઈ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એક બહેનથી નાના હતા. છેલ્લા છ મહિનાથી તેમનો કામધંધો ઠપ થઈ જતાં તેઓ સતત માનસિક અને આર્થિક તણાવમાં રહેતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી હતી જેમાં લખ્યું હતું કે, જેમાં તેણે પોતાની લાચારી વ્યક્ત કરતા લખ્યું હતું કે 'હવે જિંદગીમાં કંઈ રહ્યું નથી, તેથી આ પગલું ભરૂ છું, આમાં કોઈનો દોષ નથી'. જયારે બીજા બનાવમાં ​રાજકોટના પેડક રોડ પર આવેલા સેટેલાઇટ ચોક નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા 45 વર્ષીય પરેશભાઇ માવજીભાઇ પરમાર નામના આધેડે દારૂની લતથી કંટાળીને એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. ભૂગર્ભ ગટર સફાઇનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરેશભાઇ ગઈકાલે સવારે ઘરેથી બહાર ગયા હતા. ત્યારબાદ 10 વાગ્યા આસપાસ તેઓ ઘરે પરત ફર્યા હતા અને અચાનક ઉલટીઓ કરવા લાગ્યા હતા. પરિવારજનોએ ગભરાઈને પૂછપરછ કરતા તેમણે પોતે બહારથી એસિડ પી લીધું હોવાનું જણાવ્યું હતું. આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું ​બનાવની જાણ થતાં જ સ્વજનો દ્વારા તેમને તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan