top
અમરેલીમાં જન્માષ્ટમી પર નીકળી ભવ્ય શોભાયાત્રા:લોકો મોટી સંખ્યામાં જોડાયા, અવનવા ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા; ઊર્જામંત્રી પણ હાજર રહ્યા
અમરેલી જિલ્લામાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો હતો. જિલ્લાભરમાં ઠેર ઠેર ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈ નાના-મોટા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. અમરેલી અને રાજુલા સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. અમરેલી, બાબરા, લાઠી, ધારી, બગસરા, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, લીલીયા, દામનગર અને ચલાલા જેવા તાલુકા મથકોથી માંડીને ગામડાઓ સુધી ઉજવણી જોવા મળી હતી. અમરેલી, સાવરકુંડલા અને રાજુલા સહિતના વિસ્તારોમાં હિન્દુ સંગઠનો અને વિવિધ કમિટીઓ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાઓ શહેરના વિવિધ માર્ગો પર વાજતે-ગાજતે નીકળી હતી. આ શોભાયાત્રામાં રાજ્ય સરકારના ઊર્જામંત્રી કૌશિક વેકરીયા પણ હાજર રહ્યા હતા. શોભાયાત્રામાં અવનવા ફ્લોટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ, આંતરાષ્ટ્રીય પરિષદ અને બજરંગદળ જેવા અનેક હિન્દુ યુવાનોના સંગઠનો પણ આ ઉજવણીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત, ઠેર ઠેર મટકી ફોડ ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો.
Read full article on Divya Bhaskar