politics
સુરક્ષા કર્મી
રાંચી: ઝારખંડ લોક સેવા આયોગ (JPSC) અને ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરિતી વિરૂદ્ધ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ સોમવારે વિધાનસભા ઘેરાવની જાહેરાત કરી છે. રવિવારે સરકાર અને આંદોલનકારી વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા નિષ્ફળ ગયા બાદ વિદ્યાર્થીઓએ વિધાનસભા ઘેરાવના કાર્યક્રમને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. તે બાદ આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમમાંથી વિધાનસભા તરફ રેલી કાઢી રહ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિદ્યાર્થી રાત્રે અલગ અલગ રસ્તે અને વિવિધ સાધનોમાં વિધાનસભા તરફ રવાના થઇ ચુક્યા છે. આંદોલનકારી વિદ્યાર્થીઓનો દાવો છે કે બીજા રાજ્યમાંથી વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં તેમની સાથે ઉભા છે. ઝારખંડ સિવાય બિહાર, છત્તીસગઢ અને અન્ય રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રાંચી પહોંચ્યા છે.
Read full article on Etv Bharat