top
કબ્રસ્તાન અને મંદિરમાં એક જ દિવસે ચોરી !
જંબુસરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો હતો. એક જ રાતમાં ત્રણ સ્થળે ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. તસ્કરોએ રાતના અંધારાનો લાભ લઈને બે મંદિરો અને કબ્રસ્તાનને નિશાન બનાવ્યા, જો કે ચોરીની આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે, એક મંદિરથી આશરે 10 મીટરના અંતરે પોલીસ પોઇન્ટ હોવા છતાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી છે. જેના પગલે પોલીસની રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા હતા. સ્થાનિકોના દાવા પ્રમાણે જંબુસરમાં છેલ્લા એક મહિનામાં 8 જેટલા મંદિરોમાં ચોરીની ઘટના બની છે. ત્યારે તાજેતરમાં એક જ રાતમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ચોરીનો બનાવ બનતા રાત્રિ પેટ્રોલિંગ વધારવા માટે નાગરિકોએ તંત્રને અપીલ કરી હતી.
Read full article on News18 Gujarati