Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

જૂની અરજી પર કાર્યવાહી ન થતાં જયસ સંગઠને ફરી આવેદનઆપ્યું:નળ સે જલ, બંધ શાળાઓ અને ફાયર સ્ટેશન બનાવવા સહિતની માંગ કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 2 views
જૂની અરજી પર કાર્યવાહી ન થતાં જયસ સંગઠને ફરી આવેદનઆપ્યું:નળ સે જલ, બંધ શાળાઓ અને ફાયર સ્ટેશન બનાવવા સહિતની માંગ કરી
દાહોદ જિલ્લામાં પ્રજાલક્ષી પાયાની સુવિધાઓના અભાવે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને જયસ સંગઠન દ્વારા અગાઉ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને વિગતવાર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા લાંબો સમય વીતવા છતાં આ મુદ્દે કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આજે સંગઠનના આગેવાનો ફરી એકવાર જિલ્લા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા અને ઉગ્ર રજૂઆત સાથે પુનઃ આવેદનપત્ર સુપરત કર્યું હતું. તંત્રની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી સત્વરે લોકહિતના નિર્ણયો લેવાની માંગણી દોહરાવવામાં આવી હતી. આવેદનપત્રમાં સૌથી મહત્વપૂર્ણ માંગ દાહોદ જિલ્લાના છેવાડાના ગામો સુધી ‘નળ સે જલ’ યોજના હેઠળ વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની કરવામાં આવી છે. આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતા દાહોદ જિલ્લામાં ઉનાળાના દિવસો નજીક આવતા જ પાણીની તીવ્ર અછત સર્જાય છે. સરકારની મહત્વકાંક્ષી યોજના હોવા છતાં ગ્રામ્ય સ્તરે હજુ પણ પૂરતું પાણી મળતું નથી, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભટકવું પડે છે. સંગઠને સ્પષ્ટ જણાવ્યું કે આ યોજનાની કામગીરીમાં ગતિ લાવી તાત્કાલિક ધોરણે તમામ ઘરો સુધી નિયમિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. પાણીની સમસ્યા ઉપરાંત શિક્ષણ અને સુરક્ષાને લગતા મહત્વના પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. જિલ્લામાં બંધ કરવામાં આવેલી સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓને તાકીદે ફરીથી શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. આ શાળાઓ બંધ થવાથી સામાન્ય અને ગરીબ વર્ગના બાળકો ગુણવત્તાયુક્ત અંગ્રેજી શિક્ષણથી વંચિત રહી જાય છે. સાથોસાથ ગ્રામ્ય કે નગર વિસ્તારમાં અકસ્માત કે આગ જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે અધ્યતન સાધનો સાથેનું ફાયર સ્ટેશન બનાવવાની અનિવાર્યતા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ રજૂઆત દરમિયાન જયસ સંગઠનના પ્રદેશ પ્રભારી તરુલતા હઠીલાની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહ્યું હતું. તેમની સાથે જયેશ શંગાડા, રમેશ મેડા, લક્ષમનસિંહ વડકિયા, વિનોદ દામોર, પ્રેમચંદ, ભરત માવી, સુખદેવ અને વસૈયા સહિત મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો જોડાયા હતા. આગેવાનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર દ્વારા આ લોકપ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં જનતાના હિતમાં ઉગ્ર લોકઆંદોલન છેડવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan