top
બોટાદમાં જનહિતના પ્રશ્નો ઝડપથી ઉકેલવા અધિકારીઓને સૂચના:સ્વસહાય જૂથના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ, મેડિકલ કોલેજની મંજૂરી બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો
બોટાદ જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમારની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક થઈ. આ બેઠકમાં આરોગ્ય, પાણી, રસ્તા અને શિક્ષણ જેવા લોકોના પ્રશ્નો પર ચર્ચા થઈ. અધિકારીઓને સમયસર આ પ્રશ્નો ઉકેલવા સૂચના અપાઈ. ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સ્વસહાય જૂથની બહેનોના ઉત્પાદનોને Meesho જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદવા લોકોને અપીલ કરાઈ. આ ઉપરાંત, સ્વચ્છતા જાળવવા, સેવાસેતુ કાર્યક્રમોનું બરાબર આયોજન કરવા અને તહેવારોમાં ભેળસેળ વગરની મીઠાઈ-ફરસાણ મળે તે માટે તપાસ કરવા પણ સૂચનાઓ અપાઈ. બોટાદ જિલ્લામાં મેડિકલ કોલેજ અને સરકારી હોસ્પિટલને મંજૂરી મળવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો. બેઠકમાં જિલ્લાના અલગ અલગ વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.
Read full article on Divya Bhaskar