Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

નવસારીમાં રખડતાં ઢોરનો ત્રાસ:આખલાએ રસ્તા વચ્ચે અડિંગો જમાવતા અડધો કલાક વાહનો થંભ્યા, હોર્ન વગાડવા છતાં હટ્યો નહીં

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
નવસારીમાં રખડતાં ઢોરનો ત્રાસ:આખલાએ રસ્તા વચ્ચે અડિંગો જમાવતા અડધો કલાક વાહનો થંભ્યા, હોર્ન વગાડવા છતાં હટ્યો નહીં
નવસારી શહેરમાં રખડતા પશુઓની સમસ્યા રોજિંદા મુશ્કેલી બની રહી છે. શહેરની ક્રિષ્ના હોટલ સામેના વ્યસ્ત મુખ્ય માર્ગ પર રસ્તાની બરાબર વચ્ચે એક મોટો આખલો રોકાઈ ગયો હતો. તેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પૂરી રીતે અટકી ગઈ હતી. લગભગ અડધા કલાક સુધી વાહનોના હોર્ન વાગતા રહ્યા, છતાં આખલો એક ઇંચ પણ ખસ્યો નહીં. આનાથી રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. ક્રિષ્ના હોટલ સામેના રસ્તા પર ભારે ટ્રાફિક વચ્ચે અચાનક એક સફેદ રંગનો મોટો આખલો રસ્તાની ડબલ વ્હાઇટ લાઇન પર ઊભો રહી ગયો. બંને તરફની લેન બંધ થઈ ગઈ. એક સફેદ વેગનઆર કાર અને ઓટો-રિક્ષાઓ તેની સાવ નજીક આવીને અટકી ગઈ હતી. વાહનચાલકોએ સતત હોર્ન વગાડીને આખલાને ખસેડવાનો પ્રયાસ કર્યો. પણ આખલો ત્યાંથી જરાય ખસ્યો નહીં. જેના કારણે પાછળ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. રસ્તો પૂરી રીતે બંધ થઈ જતાં બાઇક અને સ્કૂટર ચાલકો રસ્તાની સાઇડમાંથી જીવના જોખમે વાહન ચલાવીને નીકળવા મજબૂર બન્યા. બીજી તરફ, કાર અને રિક્ષાચાલકો આખલો ક્યારે હટે તેની નિરાશ થઈને રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં વાહનચાલકોમાં ટ્રાફિક જામને લઈને ગુસ્સો હતો. પરંતુ આખલાનો જિદ્દી સ્વભાવ જોઈને લોકો પણ આશ્ચર્ય સાથે હળવી પળો અનુભવી રહ્યા હતા. શહેરના મુખ્ય અને ખૂબ વ્યસ્ત રસ્તાઓ પર આવા રખડતા ઢોર રસ્તા વચ્ચે આવી જવાની ઘટનાઓ વારંવાર બને છે. સ્થાનિક નાગરિકો અને રાહદારીઓના કહેવા મુજબ, પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે ચલાવાતું અભિયાન માત્ર કાગળ પર જ હોય તેવું લાગે છે. આવા આખલાઓ વારંવાર અકસ્માત કરે છે અથવા ટ્રાફિક જામનું કારણ બને છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં સખત માંગ ઉઠી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan