business
પશ્ચિમ રેલવેની ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા:અસારવા-આગરા કેન્ટ સ્પેશિયલના સંચાલનમાં વધારો, પ્રયાગરાજ સ્પેશિયલ હવે સાબરમતીથી દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોની સીઝનમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી ઉત્તર ભારત તરફ મુસાફરી કરતા લોકોને સુવિધા મળશે. આ ઉપરાંત, ગાંધીગ્રામ સ્ટેશન પર પ્લેટફોર્મની મર્યાદાના કારણે પ્રયાગરાજ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનના ટર્મિનલમાં પણ ફેરફાર કરાયો છે, જેના માટે બુકિંગ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી વિસ્તારાયેલી સેવાઓમાં અસારવા-આગરા કેન્ટ સ્પેશિયલ 24 નવેમ્બર 2026 સુધી અને આગરા કેન્ટ-અસારવા સ્પેશિયલ 23 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે અસારવા-કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલ 1 ડિસેમ્બર સુધી અને કાનપુર સેન્ટ્રલ-અસારવા સ્પેશિયલ 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. 4 ઓક્ટોબરથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ હવે ગાંધીગ્રામને બદલે સાબરમતીથી ટર્મિનેટ થશે અને સાબરમતીથી જ ઉપડશે. સાબરમતીથી આ ટ્રેન સાંજે 5:45 કલાકે ઉપડી બીજા દિવસે રાત્રે 8:00 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે, જ્યારે પરત મુસાફરીમાં પ્રયાગરાજથી સાંજે 4:00 વાગ્યે ઉપડી બીજા દિવસે બપોરે 3:40 વાગ્યે સાબરમતી આવશે. 6 ઓક્ટોબરથી ટૂંડલા સ્ટેશનની પ્લેટફોર્મ સીમાઓના કારણે ટૂંડલા, ફિરોઝાબાદ અને ઇટાવા સ્ટેશનો પર ટ્રેનોના સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar