lifestyle
સિંગાપુરા ગામે રામદેવજી મહારાજનો પાટ પ્રકાશ યોજાયો:જેસિંગના પિતાની પુણ્યતિથિએ મુકેશગીરી બાપુએ સત્સંગ કરાવ્યો, ભક્તોએ લાભ લીધો
શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં કદવાલ તાલુકાના સિંગાપુરા ફળિયામાં ધાર્મિક માહોલ જોવા મળ્યો. જેસિંગભાઈ પર્વતભાઈના ઘરે તેમના પિતાની પહેલી પુણ્યતિથિએ શ્રી રામદેવજી મહારાજનો પાટ પ્રકાશ યોજાયો હતો.આ પાટ પ્રકાશ બાલાસિનોરના ડખરીયા ગામના મુકેશગીરી બાપુના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના સત્સંગી બાપુ, છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ રમણભાઈ બારીયા સહિત અનેક ભક્તોએ મુકેશગીરી બાપુના સત્સંગનો લાભ લીધો. બાપુએ રામદેવજી મહારાજનો પાઠ ક્યારથી શરૂ થયો તેની વિસ્તૃત માહિતી આપી. તેઓ કદવાલ તાલુકાના સિંગાપુરા ગામે વારંવાર આવે છે. અહીં તેઓ સત્સંગ દ્વારા લોકોને ઉત્સાહ, આનંદ અને ભક્તિ વિશે સમજાવે છે. તેમણે બધા ભક્તોને સાથે હળીમળીને રહેવા માટે અપીલ પણ કરી હતી.
Read full article on Divya Bhaskar