Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરેન્દ્રનગર મેળામાં રાઈડ્સ-સ્ટોલના ભાવ નિયંત્રણની માંગ:કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 29, 2026 👁 5 views
સુરેન્દ્રનગર મેળામાં રાઈડ્સ-સ્ટોલના ભાવ નિયંત્રણની માંગ:કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
સુરેન્દ્રનગર શહેરમાં શ્રાવણ માસ નિમિત્તે યોજાનારા લોકમેળામાં રાઈડ્સ, આઈસ્ક્રીમ અને ઠંડાં પીણાંના ભાવ સહિતની વ્યવસ્થા અંગે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરી છે. કોંગ્રેસના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભાવ નિયંત્રણ અને પારદર્શિતાની માંગ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને એડવોકેટ મહેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરના મેળા મેદાન અને વઢવાણ વિસ્તારમાં યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. રાઈડ્સના દિવસ અને રાત્રિના અલગ-અલગ ભાવ લેવાતા હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક બોજ પડે છે. કોંગ્રેસે રાઈડ્સના ભાવ અગાઉથી જાહેર કરવા અને દરેક રાઈડ પર ભાવપત્રક લગાવવાની માંગ કરી છે.આ ઉપરાંત, રજૂઆતમાં આઈસ્ક્રીમના સ્ટોલ અને વિવિધ પ્રકારના ઠંડાં પીણાંના ભાવમાં પણ મનસ્વી વસૂલાત થતી હોવાનો આક્ષેપ કરાયો છે. આઈટમ પર દર્શાવેલા ભાવ કરતાં વધુ રકમ વસૂલવામાં ન આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા કડક દેખરેખ રાખવાની માંગ કરવામાં આવી છે. મેળામાં ફૂડ સ્ટોલની ફાળવણીમાં પારદર્શિતા જાળવવા, ફૂડ અધિકારી દ્વારા સ્ટોલની નિયમિત ચકાસણી કરવા અને વાસી કે ભેળસેળયુક્ત ખોરાક લોકો સુધી ન પહોંચે તેની તકેદારી રાખવા પણ રજૂઆત કરાઈ છે.સ્ટેજ કાર્યક્રમોમાં કલાકારોના ભાવ અગાઉથી જાહેર કરી ટેન્ડર પદ્ધતિથી મંજૂરી આપવાની પણ કોંગ્રેસે માંગ કરી છે.મેળામાં સી.સી.ટી.વી. કેમેરાની પૂરતી વ્યવસ્થા ગોઠવી ચોરી અને અસામાજિક તત્વોથી જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા કોંગ્રેસે ભાર મૂક્યો છે. સુરેન્દ્રનગર અને વઢવાણના મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી નિઃશુલ્ક પાર્કિંગની સુવિધા, પાર્કિંગ અંગે સ્પષ્ટ દિશા-નિર્દેશના બોર્ડ અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે મહાનગરપાલિકા અને મેળાના કોન્ટ્રાક્ટરોને તમામ નિયમોનું પાલન કરાવવા તથા દરેક રાઈડ્સ પર ભાવપત્રક ફરજિયાત મૂકવાની માંગ કરી છે. આ રજૂઆત જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને ફૂડ ઇન્સ્પેક્ટર સમક્ષ કરવામાં આવી છે. રજૂઆતનો મુખ્ય હેતુ મેળામાં આવતા સુરેન્દ્રનગર અને આજુબાજુના ગામોના લોકોને આર્થિક નુકસાન ન થાય અને તેઓ સલામત તથા આનંદપૂર્વક મેળાની મજા માણી શકે તેવો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan