Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

નાનાપોંઢામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી:પોલીસ અને વહીવટીતંત્રએ રિહર્સલ કર્યું, આવતીકાલે સવારે ધ્વજવંદન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 14, 2026 👁 5 views
નાનાપોંઢામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી:પોલીસ અને વહીવટીતંત્રએ રિહર્સલ કર્યું, આવતીકાલે સવારે ધ્વજવંદન
વલસાડ જિલ્લાના નવા રચાયેલા નાનાપોંઢા તાલુકા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાશે. ઉજવણી પૂર્વે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા રિયલ ટાઈમ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટે સવારે 9 વાગ્યે મંત્રી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. તેઓ આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવા માટે 14 ઓગસ્ટે સવારે 9 વાગ્યે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન, પરેડ નિરીક્ષણ અને પોલીસ પ્લાટૂન દ્વારા સલામી સહિતની સમગ્ર પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ પર સાંસ્કૃતિક નૃત્ય, ગરબા અને યોગા ડાન્સ સહિતની રજૂઆતો કરી હતી. અધિકારીઓએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સરળતાથી નિહાળી શકાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે સુરક્ષા અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જિલ્લાની વિવિધ સંસ્થાઓ તેમજ નાનાપોંઢાના નગરજનોને સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા અપીલ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan