top
નાના કેરાળામાં ક્ષત્રિય કારડીયા રાજપૂત શિક્ષક સ્નેહ મિલન:પ્રાથમિક શિક્ષક પરિવાર ડીરેક્ટરીનું વિમોચન, 150થી વધુ શિક્ષકો ઉપસ્થિત
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના પ્રાથમિક શિક્ષક પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ અને ડીરેક્ટરી વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 150થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર શિક્ષણ સમિતિના ચેરમેન જશુભા સોલંકી, છલાળાના અમરધામ આશ્રમના મહંત જનકસિંહ સાહેબ અને કે.ની ભરતસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. મહાનુભાવોના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષક પરિવારની ડીરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ડીરેક્ટરી સમાજના પ્રાથમિક શિક્ષકો વચ્ચે પરસ્પર સંપર્ક, સંકલન અને શૈક્ષણિક આપ-લેને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. સ્નેહ મિલન સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 150થી વધુ પ્રાથમિક શિક્ષકોએ ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષકો દ્વારા સમાજ નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતા યોગદાનને બિરદાવ્યું હતું. જનકસિંહ બાપુએ આશીર્વચન પાઠવી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા હાકલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત શિક્ષક પરિવારે પરસ્પર સ્નેહ, એકતા અને સંગઠનભાવનાને વધુ મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં શિક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે આ સ્નેહ મિલન સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Read full article on Divya Bhaskar