top
મુંબઇના નર્સિંસ બ્યુરોના સંચાલકે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી:ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ ગુજાર્યો, પતિના અનેક યુવતીઓ સાથે આડા સંબંધના આક્ષેપો; ચાંદખેડામાં ફરિયાદ
મુંબઇમાં નર્સિંગ બ્યુરો તેમજ હોસ્ટેલ ચલાવતા સંચાલક પતિ પત્નીને શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ અને ચારિત્ર્ય પર ખોટા આક્ષેપો કરી ત્રાસ આપતો હતો. હનીમૂન સમયની વાતો કાઢી પત્ની પર ખોટા આક્ષેપો કરી પુત્ર અને પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. તેમજ પતિ અનેક યુવતીઓ સાથે સંબંધ રાખતો હતો, જેથી કંટાળીને મહિલાએ આ મામલે પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પતિના અન્ય યુવતીઓ સાથે આડા સંબંધોનો આક્ષેપ ચાંદખેડામાં રહેતી 41 વર્ષીય મહિલાએ વર્ષ 2004માં મુંબઇના યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલાનો પતિ દર્દીની સેવા માટે નર્સ અને કેરટેકર પૂરા પાડવાની સર્વિસ આપતો નર્સિંસ બ્યૂરોનો બિઝનેસ ચલાવતો હતો. આ સાથે તે બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ પણ ચલાવતો હતો. મહિલાના પતિના આ બિઝનેસમાં 85થી 90 યુવતીઓ નોકરી કરતી હોવાથી તેના ઘણી યુવતીઓ સાથે આડા સંબંધ હતા. હનીમૂનની વાતો કાઢી ઝઘડો કરી મહિલાને માર માર્યો પતિ અવારનવાર ઝઘડા કરી પત્ની અને બાળકોને ઘરમાંથી કાઢી મૂકવાનું કહી મહિલાને માર મારતો હતો. તે સતત પોતાની રંગીન દુનિયામાં રંગરેલીયા મનાવતો અને દીકરીને પણ ગાળો બોલતો હતો. જેથી દીકરી કંટાળીને જાતે જ પીજીમાં રહેવા જતી રહી હતી. એક દિવસ મહિલાના પતિએ હનીમૂન વખતની વાતો કાઢીને ઝઘડો કરી મહિલાને માર માર્યો હતો અને ચારિત્ર્ય પર શંકા રાખીને આક્ષેપ કર્યા હતા. માતા-દીકરીના ચારિત્ર્ય પર શંકા રાખીને આક્ષેપ કર્યા તે વખતે દીકરીને બોલાવીને તેની માતાને મામા-ફોઈના દીકરા સાથે અફેર હોવાના આક્ષેપ કર્યા હતા. દીકરી તેના પિતાને એટકાવવા જતા તેણે પણ માતાની માફક અનેક બોયફ્રેન્ડ હોવાના આક્ષેપ કરી માતા-પુત્રીને કાઢી મૂક્યા હતા. જેથી કંટાળીને મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પૂર્વ મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar