crime
મુળી પોલીસે 4.5 કરોડના 14 વાહનો પરત અપાવ્યા:છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારે વાહનો પરત મળતા SP પ્રેમસુખ ડેલું, પોલીસનો આભાર માન્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને ભાગીદારીના વ્યવહારમાં છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને મોટી રાહત અપાવી છે. સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલૂની કડક સૂચના બાદ મૂળી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અંદાજે ₹4.5 કરોડની કિંમતના 14 વાહનો પરત અપાવ્યા હતા. પોલીસની કામગીરીથી અરજદારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાગીદારીના વ્યવહારમાં 15 વાહનો ખરીદાયા મૂળી તાલુકાના ઉમરડા ગામના રહેવાસી કાનાભાઈ માસાભાઈ તરકેટા અને સામાવાળાઓ વચ્ચે ભાગીદારીમાં વ્યવહાર ચાલતો હતો. આ દરમિયાન સામાવાળાઓએ અરજદારના નામે કુલ 15 વાહનો ખરીદ્યા હતા. જેમાં 13 ડમ્પર, 1 હિટાચી અને 1 ફોર્ચ્યુનરનો સમાવેશ થાય છે. તમામ વાહનોની અંદાજિત કિંમત આશરે ₹5 કરોડ હોવાનું જણાવાયું છે. અરજદારની જાણ બહાર વાહનો ગીરવે મૂક્યા આક્ષેપ મુજબ, સામાવાળાઓએ અરજદારની જાણ બહાર આ તમામ વાહનો ત્રીજી વ્યક્તિ પાસે ગીરવે અથવા અન્ય રીતે મૂકી દીધા હતા. સાથે જ વાહનોની લોનના હપ્તા પણ ભરવામાં આવતા ન હતા. આ ઉપરાંત વાહનો અરજદારને પરત સોંપવામાં આવતા ન હોવાથી અરજદારે સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. એસ.પી. સમક્ષ રજૂઆત બાદ પોલીસની કાર્યવાહી અરજદાર કાનાભાઈ તરકેટાએ સમગ્ર મામલે સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલૂ સમક્ષ રજૂઆત કરી હતી. એસ.પી.ની સૂચના બાદ મૂળી પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. 14 વાહનો પરત મળતા અરજદારે આભાર માન્યો મૂળી પોલીસની કામગીરીના પરિણામે આશરે ₹4.5 કરોડની કિંમતના 14 વાહનો અરજદારને પરત અપાવવામાં આવ્યા હતા. પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરી બદલ કાનાભાઈ તરકેટાએ મૂળી પોલીસ તથા સુરેન્દ્રનગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar