business
મોટા કંદોઈ અને બેકરીવાળા માટે નવો નિયમ, ખાંડનો 15 દિવસથી વધુનો સ્ટોક ગેરકાયદે ગણાશે
તહેવારો પૂર્વે ખાંડની સંગ્રહખોરી અને ભાવવધારાને અંકુશમાં લેવા સરકારે મોટો નિર્ણય કર્યો છે. 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર, 2026 સુધી 10 મેટ્રિક ટનથી વધુ માસિક વપરાશ ધરાવતા મોટા વેપારીઓ 15 દિવસથી વધુનો ખાંડનો સ્ટોક રાખી શકશે નહીં. મીઠાઈ, બેકરી, કન્ફેક્શનરી અને સોફ્ટ ડ્રિંક ઉદ્યોગો પર આ નિયમ લાગુ પડશે. સરકાર ખરીદી-વેચાણના ડેટા પર નજર રાખશે.
Read full article on Gujaratsamachar