education
મોરબીની એલ.ઈ. કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં 16 વિદ્યાર્થીઓની પસંદગી:અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારીની ઉત્તમ તકો માટે આયોજન કરાયું
મોરબીની એલ.ઈ. કોલેજ (ડિપ્લોમા) ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોજગારીની સારી તકો મળી રહે તે માટે કેમ્પસ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતી પ્રક્રિયામાં ઘણી જાણીતી કંપનીઓએ કોલેજના અલગ-અલગ વિભાગોના વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લીધા હતા. વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ 6 કંપનીઓએ વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી. આ કંપનીઓમાં KEDA CERAMIC, CASAGRES TILES, RUDRA ARCHITECT, INSUCORE INDUSTRIES, CERATECH MACHINERY અને MARK DECORનો સમાવેશ થાય છે. પસંદ થયેલા વિદ્યાર્થીઓમાં સિરામિક વિભાગના 6, સિવિલના 3, આઈ.ટી.ના 3, આઈ.સી.ટી.ના 3, મિકેનિકલના 2 અને ઇલેક્ટ્રિકલ વિભાગના 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં કુલ 18 નોકરીની ઓફર મળી હતી. બે વિદ્યાર્થીઓની એકથી વધુ કંપનીમાં પસંદગી થતાં કુલ 16 અલગ-અલગ વિદ્યાર્થીઓને નોકરી મળી છે. કંપનીઓએ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાન, પ્રેક્ટિકલ સમજ, વાતચીતની આવડત અને ઇન્ટરવ્યૂમાં તેમના દેખાવના આધારે યોગ્ય ઉમેદવારોને પસંદ કર્યા હતા. કોલેજના આચાર્ય અને પ્લેસમેન્ટ ટીમે પસંદ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે કેમ્પસ પ્લેસમેન્ટમાં સહયોગ આપનાર તમામ કંપનીઓના પ્રતિનિધિઓનો આભાર પણ માન્યો હતો.
Read full article on Divya Bhaskar