top
મોરબીમાં 1.60 કરોડના દારૂની હેરાફેરીના 3 બુટલેગર જેલ હવાલે:પાસા હેઠળ પકડી સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેલમાં મોકલાયા
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર કાબૂ મેળવવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ પાસા (PASA) કાયદા હેઠળ અટકાયતી આદેશો કર્યા છે. એસપીની ભલામણ પર, ઓગસ્ટ-2026 દરમિયાન દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ બુટલેગર સામે કાર્યવાહી કરીને તેમને જેલમાં મોકલાયા છે. આમાં મોરબી શહેર 'એ' ડિવિઝન હેઠળ આશરે 1 કરોડ રૂપિયાના દારૂની હેરાફેરીમાં સામેલ હિન્દુભાઈ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા પણ છે. આ ઉપરાંત, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 60 લાખ રૂપિયાના દારૂના ગુનાઓમાં સામેલ ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ ફાંગલીયા અને વશરામભાઈ નારણભાઈ સાટકાનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેયની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. તેમને પકડીને સુરત, અમદાવાદ અને જૂનાગઢ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.
Read full article on Divya Bhaskar