crime
મોરબી રાજમાતાના નિધનથી રાવણદહન અને રામલીલા કાર્યક્રમ રદ:20 ઓક્ટોબરે એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમો રદ કરાયા
મોરબીના રાજવી પરિવારના રાજમાતા મહારાણી વિજયકુંવરબા સાહેબના અવસાનને કારણે ધર્મરક્ષા સમિતિ-મોરબીએ વિજયાદશમી નિમિત્તે યોજાનાર કાર્યક્રમો રદ કર્યા છે. આમાં શ્રી રામલીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાવણ દહનનો સમાવેશ થાય છે. રાજમાતાના અવસાનથી સમગ્ર મોરબી પંથકમાં શોક છવાયો છે. રાજવી પરિવાર પ્રત્યે આદર અને સંવેદના દર્શાવવા તેમજ ન્યુ પેલેસ ખાતે યોજાનારી શોકવિધિઓને કારણે આ નિર્ણય લેવાયો છે. સમિતિ દ્વારા ૨૦ ઓક્ટોબર, મંગળવારે રાત્રે ૮.૩૦ કલાકે મોરબીના સામાકાંઠે આવેલા એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમોનું આયોજન હતું. ધર્મરક્ષા સમિતિએ તમામ આમંત્રિત મહેમાનો, કલાકારો, સહયોગીઓ અને મોરબીવાસીઓને કાર્યક્રમ રદ થયાની જાણ કરી છે. સમિતિએ સહયોગ આપનાર તમામનો આભાર માન્યો અને મહારાણીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
Read full article on Divya Bhaskar