top
Morbi News: બુટલેગર શેર તો પોલીસ સવા શેર, દારૂની હેરાફેરી કરવા કરી આવી કારીગરી
મોરબી-રાજકોટ હાઇવે પરથી ગેરકાયદે દારૂની હેરાફેરી સામે ટંકારા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે હાઇવે પર શંકાસ્પદ કારને અટકાવીને તપાસ હાથ ધરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. બૂટલેગરો પોલીસથી બચવા માટે વાહનમાં ખાસ પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરી હતી, પરંતુ પોલીસે તેમની ચાલાકી નિષ્ફળ બનાવી દીધી હતી. કારમાં ખાસ ચોરખાનું બનાવી ચાલી રહી હતી હેરાફેરી પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, બૂટલેગરોએ કારમાં ગુપ્ત ચોરખાનું તૈયાર કર્યું હતું. આ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને બોર્ડર પારથી હેરાફેરી કરવામાં આવી રહી હતી. ટંકારા પોલીસે વાહનની કાળજીપૂર્વક તલાશી લેતા ચોરખાનામાંથી કુલ 1248 નંગ વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા, જેને પોલીસે તાત્કાલિક ધોરણે જપ્ત કરી લીધા છે. બે આરોપીઓની સ્થળ પરથી અટકાયત, રાજસ્થાન કનેક્શન ખુલ્યું આ ગેરકાયદે હેરાફેરીના મામલે પોલીસે સ્થળ પરથી જ દશરથ રબારી અને બાબુ રબારી નામના 2 શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂના જથ્થા પાછળ રાજસ્થાનના મહેન્દ્ર રબારીનું નામ ખૂલવા પામ્યું છે. ટંકારા પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર મહેન્દ્ર રબારીને ઝડપી પાડવા માટે આગળની કાનૂની તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. આ પણ વાંચો: Morbi News: વધુ એક નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, 1400 બોટલ બનાવે એ પહેલા જ પોલીસની રેડ
Read full article on Sandesh