Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

મનપામાં ખોટાં બિલો બનાવી તિજોરી સાફ કરતી ટોળકી સાવધાન:2 લાખથી 5 કરોડના ખર્ચમાં 'પહેલા-છેલ્લા' બિલનો ખેલ ખતમ, હવે વચ્ચેના બિલોનું પણ થશે કડક ઓડિટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
મનપામાં ખોટાં બિલો બનાવી તિજોરી સાફ કરતી ટોળકી સાવધાન:2 લાખથી 5 કરોડના ખર્ચમાં 'પહેલા-છેલ્લા' બિલનો ખેલ ખતમ, હવે વચ્ચેના બિલોનું પણ થશે કડક ઓડિટ
સુરત મહાનગરપાલિકાના કરોડો રૂપિયાના વિકાસકામો અને વહીવટી ખર્ચમાં થતી આર્થિક ગેરરીતિઓને નાથવા માટે પાલિકા પ્રશાસને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભર્યું છે. પાલિકાની હાલની પ્રી-ઓડિટ નીતિમાં રહેલા છીંડાંનો દુરુપયોગ કરીને કેટલાક કોન્ટ્રાક્ટરો અને હિત ધરાવતા તત્ત્વો દ્વારા તિજોરીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સ્થિતિની ગંભીરતા પારખીને સ્થાયી સમિતિએ વર્ષ 2020થી ચાલતી ઓડિટ પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેથી બિલ મંજૂરીની સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને નાણાકીય ચોકસાઈ લાવી શકાય. 2020ના નિયમના છીંડાંનો કોન્ટ્રાક્ટરો ઉઠાવતા ગેરલાભ પાલિકાની ઓડિટ નીતિમાં 30 માર્ચ, 2020ના રોજ સામાન્ય સભા દ્વારા સુધારો કરવામાં આવ્યો હતો. તે નિયમ હેઠળ ₹2 લાખથી ₹5 કરોડ સુધીના મૂડી કામોમાં માત્ર પ્રથમ અને આખરી (છેલ્લા) બિલનું જ પ્રી-ઓડિટ કરવાની જોગવાઈ હતી. વર્ષો સુધી ચાલતા મોટા પ્રોજેક્ટ્સ દરમિયાન લાખો-કરોડો રૂપિયાના ડઝનબંધ રનિંગ બિલો કોઈપણ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ વિના જ પાસ થઈ જતા હતા. માત્ર શરૂઆત અને અંતના બિલની જ ચકાસણી થતી હોવાથી વચ્ચેના સમયગાળામાં હલકી ગુણવત્તાવાળા કામો અને ખોટા માપ દર્શાવીને ગેરરીતિ આચરવાના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા હતા. હવે વચ્ચેના બિલોનું રેન્ડમ પ્રી-ઓડિટ આ ભ્રષ્ટાચારને ડામવા માટે સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલે નવી માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. નવી વ્યવસ્થા મુજબ, ₹2 લાખથી ₹5 કરોડ સુધીના મૂડી કામોમાં માત્ર પહેલું અને છેલ્લું બિલ નહીં, પરંતુ કામગીરી દરમિયાન રજૂ થતા વચ્ચેના કોઈપણ રનિંગ બિલનું આકસ્મિક રીતે રેન્ડમ પ્રી-ઓડિટ કરવામાં આવશે. ચાલુ કામે અચાનક સ્થળ તપાસ અને નાણાકીય સ્ક્રૂટિની થવાના ભયથી કોન્ટ્રાક્ટરો કે મિલીભગત ધરાવતા અધિકારીઓ માટે બોગસ ક્લેઈમ રજૂ કરવા કે નબળી ગુણવત્તાનું કામ ચલાવી લેવાની સંભાવના સાવ નહિવત થઈ જશે. મહેસૂલી કામોમાં વચ્ચેના તમામ બિલોની ચકાસણી ફરજિયાત આ નવો સુધારો માત્ર પ્રોજેક્ટ લક્ષી મૂડી ખર્ચ પૂરતો સીમિત ન રહેતાં પાલિકાના મહેસૂલી ખર્ચના બિલોમાં પણ એટલી જ કડકાઈથી લાગુ કરાયો છે. લાંબા સમયગાળા સુધી ચાલતા ₹2 લાખથી ₹5 કરોડ સુધીના મહેસૂલી કામોમાં અગાઉ માત્ર પ્રથમ અને આખરી બિલ જ તપાસાતા હતા. નવી નીતિ હેઠળ આવા કામોમાં વચ્ચેના તમામ બિલોનું ઓડિટ કરવું ફરજિયાત બનાવી દેવાયું છે, જેનાથી કન્સલ્ટન્સી, વાર્ષિક નિભાવણી કે અન્ય સેવાકીય કામોના નામે થતી ગોલમાલ પર કાયમી પૂર્ણવિરામ મુકાશે. ઓડિટ વિભાગમાં નવું માનવબળ ઊભું કર્યા બાદ વ્યવસ્થા કાર્યરત થશે આ વિસ્તૃત ઓડિટ વ્યવસ્થાનો અમલ આગામી 1 જાન્યુઆરી, 2027થી શરૂ કરવાનું આયોજન કરાયું છે. દરેક સ્તરે બિલોની ચકાસણી કરવાની હોવાથી ઓડિટ વિભાગ પર કામનું ભારણ નોંધપાત્ર રીતે વધી જશે. હાલના મર્યાદિત મહેકમ સાથે આ પ્રકારની સઘન ચકાસણી શક્ય ન હોવાથી, પાલિકા પ્રશાસને સર્વપ્રથમ ઓડિટ વિભાગમાં જરૂરી નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. પૂરતો સ્ટાફ ઉપલબ્ધ થયા બાદ આ નવી નીતિ પૂર્ણ ક્ષમતાથી લાગુ કરવામાં આવશે. પ્રજાના ટેક્સના એક-એક રૂપિયાનો ચોક્કસ હિસાબ રહેશે સુરત મહાનગરપાલિકા દર વર્ષે હજારો કરોડ રૂપિયાના જનહિતના કામો પાછળ ખર્ચે છે ત્યારે મર્યાદિત ઓડિટ પદ્ધતિ પાલિકાની તિજોરી માટે ભારે જોખમી પુરવાર થઈ રહી હતી. હવે દરેક તબક્કે આર્થિક નિરીક્ષણ ગોઠવાતા બિલિંગ પ્રક્રિયા વધુ ઝડપી, વ્યવસ્થિત અને સંપૂર્ણ જવાબદાર બનશે. પરિણામે પાલિકાની તિજોરીને થતું આર્થિક નુકસાન અટકશે અને પૈસાનો પારદર્શક ઉપયોગ સુનિશ્ચિત થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan