business
MLA Dhavalsinh Zala : અરવલ્લીના ખેડૂતો માટે 10 કલાક વીજળીની માગ, ધારાસભ્યનો ઉર્જામંત્રીને પત્ર
અરવલ્લી જિલ્લાના ખેડૂતોના હિતમાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાને પત્ર લખી મહત્વની રજૂઆત કરી છે. વરસાદ ખેંચાતા ખેડૂતો દ્વારા વાવેતર કરાયેલા પાક સુકાઈ જવાની ચિંતા તેમણે વ્યક્ત કરી છે. પત્રમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી માટે રોજના 10 કલાક વીજ પુરવઠો આપવા માગ કરવામાં આવી છે. ધવલસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ખેડૂતોને મળતા ખેતીવાડી વીજ પુરવઠાના કલાકો પૂરતા ન હોવાથી પાકને સમયસર સિંચાઈનું પાણી મળતું નથી. જેના કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાઈ જવાની અને મોટું નુકસાન થવાની ભીતિ છે. વરસાદની અનિયમિતતા વચ્ચે ખેડૂતોને રાહત મળે અને પાકને સમયસર સિંચાઈ મળી રહે તે માટે વીજ પુરવઠાના કલાકોમાં વધારો કરવાની રજૂઆત કરવામાં આવી છે.
Read full article on Abp News