Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મહિલાની છેડતી મામલે કાર્યવાહી:કડીમાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી છેડતી કરનાર યુવક સામે પોલીસ ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 10, 2026 👁 5 views
મહિલાની છેડતી મામલે કાર્યવાહી:કડીમાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી છેડતી કરનાર યુવક સામે પોલીસ ફરિયાદ
કડીના કરણનગર રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા 31 વર્ષીય મહિલાએ મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા યતીનભાઈ દિલિપભાઈ ખમાર વિરુદ્ધ છેડતીની કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ‘તમે મારા પુત્રની સંભાળ રાખી છે એટલે તમે મારા પત્ની જેવા જ છો’ મહિલા અગાઉ મંગલમૂર્તિ સોસાયટીમાં રહેતા હતા ત્યારે પડોશમાં રહેતા યતીનભાઈ ખમારના પત્ની ચાલ્યા ગયા હોવાથી તેમના પુત્રની સંભાળ મહિલા પોતાના સંતાનની જેમ રાખતા હતા. ત્યારબાદ મહિલા પોતાના પરિવાર સાથે અન્ય જગ્યાએ રહેવા ગયા હતા. ગત તા. 07 ઓગસ્ટના રોજ મહિલા સોસાયટીમાં સંબંધીને મૂકવા ગયા હતા ત્યારે રસ્તામાં ઉભેલા યતીન ખમારે મહિલાને અટકાવી "તમે મારા પુત્રની સંભાળ રાખી છે એટલે તમે મારા પત્ની જેવા જ છો" તેમ કહી શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હાથ પકડી લીધો હતો. તે સમયે મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી ભાગી ગયો હતો. આ મામલે પોલીસ મથકે સમાધાન થતાં અગાઉ ફરિયાદ નોંધાવી ન હતી. 10 ઓગસ્ટના રોજ સવારે આશરે સાડા સાતેક વાગ્યે મહિલા પોતાના પુત્રને શાળાએ મૂકીને પરત ફરી રહ્યા હતા. તે સમયે કરણનગર ફાટકથી રિધમ હોસ્પિટલ તરફ જતા સર્વિસ રોડ પર યતીન ખમારે ફરીથી મહિલાનો રસ્તો રોકી શારીરિક સંબંધ બાંધવાની માગણી કરી હાથ પકડી લીધો હતો. મહિલાએ ફરી બૂમો પાડતા આસપાસના લોકો એકઠા થવાના ડરે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. એક જ પ્રકારનું કૃત્ય વારંવાર કરી હેરાનગતિ કરતા આખરે મહિલાએ કડી પોલીસ સ્ટેશન પહોંચી યતીનભાઈ ખમાર વિરુદ્ધ છેડતી અંગેની ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan