crime
મહીસાગરમાં GBSના શંકાસ્પદ કેસો:કલેક્ટરના આદેશથી ફૂડ સેફ્ટી વિભાગે હોટલો, છાત્રાલયોમાં તપાસ કરી; અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
મહીસાગર જિલ્લામાં GBSના શંકાસ્પદ કેસો સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત ફૂડ સેફ્ટી ટીમ અને ફૂડ સેફ્ટી વાનદ્વારા જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો અને ખાણી-પીણીની પેઢીઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.આ ઝુંબેશના ભાગરૂપે,લુણાવાડા ખાતે આવેલ ગવર્મેન્ટ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી કાચી ખાદ્ય સામગ્રીના 6નમૂના લેવામાં આવ્યા હતા. રાધે ક્રિષ્ના ઈડલી ઢોસા હાઉસમાંથી 5કિલો મેંદો અને 5કિલો શેકેલા ચણાનો જથ્થો નાશ કરાયો હતો. હોટલ રાજસ્થાનને સ્વચ્છતા જાળવવા બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી હતી,જ્યારે અંગારા દાલ બાટી અને લિયો કેફેની પણ સઘન તપાસ કરાઈ હતી. વધુમાં,ફૂડ સેફ્ટી વાનદ્વારા લુણાવાડામાં 19જેટલી પેઢીઓનું ચેકિંગ કરી વાસી મંચુરિયન,પ્રતિબંધિત કલર અને એક્સપાયર થયેલ ચેરીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓના આરોગ્યને પ્રાધાન્ય આપતા,ફૂડ સેફ્ટી ટીમે જિલ્લાના પાંચ જેટલા છાત્રાલયોની મુલાકાત લઈ ફૂડ સેફ્ટી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમાં લુણાવાડાના મોટા સોનેલા સ્થિત સરકારી કુમાર છાત્રાલય, ખાનપુરના વાવ્યો ભગતના મુવાડા ખાતે પ્રજ્ઞા મંડળ સંચાલિત શ્રીસરસ્વતી કુમાર છાત્રાલય, મુડાવડેખ ખાતે મહીસાગર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત નવજીવન કુમાર છાત્રાલય,બામરોડાના શ્રીઆદર્શ બક્ષીપંચ કુમાર છાત્રાલય અને છાપરી-બેડવલ્લીના શ્રી આદર્શ કુમાર બક્ષીપંચ છાત્રાલયનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળોએ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા કડક સૂચનાઓ અને નોટિસ આપવામાં આવી હતી. વધુમાં,કડાણા તાલુકાની દીવડા કોલોની ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ (કડાણા અને સંતરામપુર) માંથી 2 નમૂના લેવામાં આવ્યા હતા. ખેરવાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને સંતરામપુરની મોડેલ સ્કૂલમાં નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, દીવડા કોલોની અને બેણદા(તા. સંતરામપુર) ની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય,તેમજ સળિયા મુવાડી અને લિંબોલા(કડાણા-2)ની કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે પણ સઘન તપાસ હાથ ધરાઈ હતી. ફૂડ સેફ્ટી વાનદ્વારા વધુ 11પેઢીઓની તપાસ કરવામાં આવી હતી.ખાનપુર તાલુકાના લીંબડીયા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય,તેમજ સ્વપ્ન એજ્યુકેશન ટ્રસ્ટ નરોડા સંચાલિત કન્યા છાત્રાલય અને નવોદય કુમાર છાત્રાલય ખાતે તપાસ કરી ભોજન અને રસોડાની સ્વચ્છતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી ભવિષ્યમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે.
Read full article on Divya Bhaskar