Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મહીસાગર LCBએ છેતરપિંડી અને ચોરીના 3 આરોપી ઝડપ્યા:લુણાવાડા બસ સ્ટેશન પાસેથી બે છેતરપિંડી અને એક ચોરીનો ફરાર આરોપી પકડાયો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 1 views
મહીસાગર LCBએ છેતરપિંડી અને ચોરીના 3 આરોપી ઝડપ્યા:લુણાવાડા બસ સ્ટેશન પાસેથી બે છેતરપિંડી અને એક ચોરીનો ફરાર આરોપી પકડાયો
મહીસાગર જિલ્લા LCB પોલીસે નાસતા ફરતા ગુનેગારો સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCBની ટીમોએ બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેશન પાસેથી છેતરપિંડીના ગુનામાં ફરાર બે આરોપીઓ તેમજ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપતા એક આરોપી મળી કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. છેતરપિંડીના ગુનામાં બોટાદના બે આરોપીઓ ઝડપાયા LCB પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. મકવાણાને મળેલી સચોટ બાતમીના આધારે પોલીસે લુણાવાડા બસ સ્ટેશન પાસે દરોડો પાડી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં છેતરપિંડી આચરનાર સોમીલ ફિરોજ ખોખર અને ફિરોજ અનવર ખોખર (બંને રહે. મોરારીનગર, તુરખા રોડ, બોટાદ)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ સામે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે, જ્યારે ફિરોજ ખોખર સામે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે. ચોરીના ગુનામાં 1 વર્ષથી નાસતો ફરતો આરોપી દબોચાયો આ ઉપરાંત LCB સ્ટાફના એ.એસ.આઈ. ક્રુષ્ણકુમારને મળેલી બાતમીના આધારે લુણાવાડા બસ સ્ટેશન ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. જે દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ઇસ્માઇલ ઉર્ફે ડોડવો સલીમ કલંદર (રહે. ગોધરા મહોલ્લા, ગોધરા) સ્થળ પર આવતાં જ તેને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો હતો. આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ લુણાવાડા બસ સ્ટેશન પરથી એકસાથે ત્રણ ગુનેગારોને પકડી પાડવામાં મહીસાગર LCBને મોટી સફળતા સાંપડી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી તેમને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan