Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Mehsanaના રામપુરા કટોસણ ગામમાં જર્જરિત પાણીની ટાંકી કરાઈ ધરાશાયી!

📰 Sandesh 🕐 1 min read 📅 September 11, 2026 👁 1 views
Mehsanaના રામપુરા કટોસણ ગામમાં જર્જરિત પાણીની ટાંકી કરાઈ ધરાશાયી!
મહેસાણા જિલ્લાના રામપુરા કટોસણ ગામમાં લાંબા સમયથી બિનઉપયોગી અને જર્જરિત અવસ્થામાં ઊભેલી પીવાના પાણીની ટાંકીને આખરે તંત્ર દ્વારા ધરાશાયી કરવામાં આવી છે. ટાંકી અત્યંત જર્જરિત થઈ ગઈ હોવાથી ગમે ત્યારે પડી જવાની ભીતિ સેવાઈ રહી હતી. સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાને રાખીને તંત્ર દ્વારા યોગ્ય યોજના બનાવી આ ટાંકીને સુરક્ષિત રીતે જમીનદોસ્ત કરીને ઉતારી લેવામાં આવી હતી. ટાંકી ધરાશાયી થવાના ભયથી ભારે ચિંતા રામપુરા કટોસણ ગામના મધ્ય ભાગમાં આવેલી આ પાણીની ટાંકીના સિમેન્ટ અને સળિયા ખરી રહ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી ગામના રહીશો અને બાળકો સતત અવરજવર કરતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય ગ્રામજનોને સતાવી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા આ જર્જરિત માળખાને તાત્કાલિક દૂર કરવા માટે તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. તંત્રની કામગીરીથી મોટો અકસ્માત ટળ્યો સ્થાનિકોની રજૂઆત અને પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને સંબંધિત પ્રશાસનિક તંત્ર દ્વારા આખરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. યોગ્ય સલામતી વ્યવસ્થા વચ્ચે જર્જરિત ટાંકીને તોડી પાડવામાં આવતાં જ સંભવિત મોટી હોનારત કે અકસ્માત ટળી ગયો હતો. ભયજનક ટાંકી દૂર થતાં જ રામપુરા કટોસણના ગ્રામજનોએ ભારે હાસકારો અનુભવ્યો હતો અને તંત્રની આ કામગીરીને આવકારી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan