Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

Mehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

📰 Sandesh 🕐 1 min read 📅 September 10, 2026 👁 1 views
Mehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
મહેસાણા જિલ્લાના ડાભલા ગામે ગેરકાયદે માટીનું ખોદકામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગ અને વસાઈ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. ખેડૂતના ખેતરમાં કોઈ પણ જાતની મંજૂરી વગર થઈ રહેલા બિનપરવાનગી માટી ખોદકામ સામે ટીમે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો આ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી માટી ખોદકામ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 2 હાઇવા ડમ્પર અને 1 JCB મશીન સહિત કુલ રૂ. 1.20 કરોડનો કિંમતી મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના માટી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કડાના નયનસિંહ ચાવડા સામે ફરિયાદ રોયલ્ટી ચોરી અને ગેરકાયદે ખોદકામના ગંભીર આક્ષેપો હેઠળ કડા ગામના નયનસિંહ ચાવડા સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ખેતર માલિકનું સોગંદનામું આવ્યું સામે બીજી તરફ આ સમગ્ર મામલે ખેતર માલિકનો પણ બચાવ સામે આવ્યો છે. ખેતર માલિકે આ મામલે સોગંદનામું રજૂ કરીને દાવો કર્યો છે કે, ખેતરમાં કોઈ ગેરકાયદેસર માટીનું વેચાણ કે ચોરી કરવામાં આવી રહી ન હતી, પરંતુ ખેતરના અંદરના ભાગે સમતળ કરવા અથવા સુધારા અર્થે જ માટીકામ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં પોલીસ અને ખનીજ વિભાગ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે. આ પણ વાંચો: Mehsana News: ભીમપુર વરસંગ તળાવમાંથી પાણી છોડાયું, સતલાસણા અને ખેરાલુના 29 તળાવ ભરાશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan