top
MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા:મધ્યપ્રદેશથી 214 ગ્રામનો જથ્થો લાવ્યા'તા, કીમમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો
સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાંચે ગુનાહિત પ્રવૃત્તિઓ પર મોટો સંકજો કસ્યો છે. મધ્યપ્રદેશથી મેફેડ્રોન (MD) ડ્રગ્સનો મોટો જથ્થો સુરત લાવીને સપ્લાય કરતા બે કુખ્યાત ડ્રગમાફિયાઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો અને ડ્રગ્સના નેટવર્ક ચલાવનારાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. 214 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે કુખ્યાત આરોપીઓ પોલીસ સકંજામાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે અગાઉ 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂપિયા 6,44,190/- થાય છે, તેનો કોમર્શિયલ જથ્થો જપ્ત કરી મોહમંદ જુબેર નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પ્રકરણની સઘન તપાસ દરમિયાન મધ્યપ્રદેશથી ડ્રગ્સની ડિલિવરી કરનાર મુખ્ય આરોપી ઇમરાન જાવીદ શેખ (રહે. કીમ, ઓલપાડ) અને તેની સાથે મધ્યપ્રદેશ માલ લેવા જનાર જાવીદ અહેમદ ગરાશીયા (રહે. કુડસદ) નાઓને ઓલપાડના કીમ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને પોલીસ તપાસનો ધમધમાટ પકડાયેલા મુખ્ય આરોપી ઇમરાન જાવીદ શેખ સામે અગાઉ પણ પોલીસ મથકે વિવિધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જે તેનો અપરાધિક ઇતિહાસ દર્શાવે છે. આ ડ્રગ્સ રેકેટની કડીઓ જોડવા માટે પોલીસે અગાઉ એઝાઝ ઉર્ફે બાટલા, સલમાન ઉર્ફે બેન્ડો અને ઉવેશ ઉર્ફે માફિયા જેવા સાગરિતોને પણ પકડી લીધા હતા. હાલ રિમાન્ડ પર રહેલા આરોપીઓની કડક પૂછપરછ કરીને આ નેಟ್વર્ક સાથે જોડાયેલા અન્ય નામો અને સ્રોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar