Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Madhya Pradesh : રાજગઢમાં મોટી દુર્ઘટના, પાણી ભરેલા નાળામાં ઈકો કાર તણાઈ, 9 લોકોના મોત

📰 Sandesh 🕐 1 min read 📅 August 10, 2026 👁 9 views
Madhya Pradesh : રાજગઢમાં મોટી દુર્ઘટના, પાણી ભરેલા નાળામાં ઈકો કાર તણાઈ, 9 લોકોના મોત
મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સોમવારે રાત્રે મોટો અકસ્માત સર્જાયો. પાડાણા નજીક ઝિરી નાળામાં તેજ પાણીના પ્રવાહમાં મુસાફરોથી ભરેલી ઈકો કાર વહી ગઈ. કારમાં દેવાસ જિલ્લાના સતવાસ વિસ્તારના કુલ 11 લોકો સવાર હતા. ઘટનામાં અત્યાર સુધી 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ડ્રાઈવરે ગ્રામજનોની ચેતવણીને અવગણી મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે પાડાણા બાયપાસ પુલિયા પાસે ઝિરી નાળામાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હતો. સ્થળ પર હાજર ગ્રામજનોએ કારના ચાલકને પાણીમાંથી વાહન ન લઈ જવા માટે ચેતવણી પણ આપી હતી. જોકે, ડ્રાઈવરે આ ચેતવણી અવગણીને કારને નાળામાંથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. થોડા જ સમયમાં તેજ પ્રવાહના કારણે કારનું સંતુલન બગડ્યું અને તે પાણીમાં વહી ગઈ. દોરડાની મદદથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અકસ્માત બાદ ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. દોરડાની મદદથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સર્ચ-રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સતત વરસાદ અને નાળામાં ભારે પ્રવાહના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. રેસ્ક્યૂ ટીમે નાળાના આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરીને 9 મૃતદેહ બહાર કાઢ્યા હતા. ઈકો કારને પણ નાળામાંથી બહાર કાઢવામાં આવી છે. દુર્ઘટના બાદ ડ્રાઈવરના નિર્ણય સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ, રાજગઢ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક નદી-નાળા અને પુલિયા ઉફાન પર છે. વહીવટીતંત્રે લોકોને પાણીના તેજ પ્રવાહવાળા રસ્તા અને પુલિયા પાર ન કરવાની અપીલ કરી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Weather Update: મધ્ય પ્રદેશ-બિહાર સહિત 17 રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દિલ્હી-યુપીમાં યલો એલર્ટ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan