Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

માતા-પુત્રી વિરુદ્ધ ગ્રુપમાં અપશબ્દો લખી બદનામ કર્યા:વડોદરામાં સિવિલ ડિફેન્સના સેવા આપતા મહિલા અને પુત્રી અંગે ગ્રુપમાં ગંદા મેસેજ અને અશ્લીલ ફોટા મોકલતા ફરિયાદ, ગોત્રીના શખ્સ સામે ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 10, 2026 👁 2 views
માતા-પુત્રી વિરુદ્ધ ગ્રુપમાં અપશબ્દો લખી બદનામ કર્યા:વડોદરામાં સિવિલ ડિફેન્સના સેવા આપતા મહિલા અને પુત્રી અંગે ગ્રુપમાં ગંદા મેસેજ અને અશ્લીલ ફોટા મોકલતા ફરિયાદ, ગોત્રીના શખ્સ સામે ફરિયાદ
વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગણપતિ આગમનના પોલીસ બંદોબસ્ત દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં પોતાના અને પુત્રી વિશે ગંદા તથા અપમાનજનક મેસેજ કરવામાં આવ્યા હોવાનું જણાતા મહિલાએ ગોત્રીમાં રહેતા એક શખ્સ સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં અશ્લીલ ફોટા મોકલી બદનામ કરવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતાં અને ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતાં તેમજ વડોદરા શહેરમાં સિવિલ ડિફેન્સ અને એફ.ઓ.પી. તરીકે સેવા આપતાં 45 વર્ષીય મહિલાકર્મીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સિવિલ ડિફેન્સ તરીકે ફરજ બજાવે છે. તેઓએ ગોત્રીના વુડાના મકાનમાં રહેતા ડિમ્પેશ અગ્રવાલને ઓળખતા હતા. તા.5 સપ્ટેમ્બરની રાત્રે ગણપતિ આગમનના પોલીસ બંદોબસ્તમાં ફરજ દરમિયાન સાથી કર્મીએ મહિલાને જણાવ્યું હતું કે, ડિમ્પેશ અગ્રવાલે વોટ્સએપ ગ્રુપ બનાવી તેમના વિશે ખરાબ અને ગંદા શબ્દોમાં મેસેજ કર્યા છે. ત્યારબાદ કર્મીના મોબાઇલમાં ગ્રુપ તપાસતાં મહિલા કર્મી તથા સિવિલ ડિફેન્સના અન્ય સભ્યોનું ગ્રુપ હોવાનું સામે આવ્યું હતું. આ ગ્રુપમાં મહિલાના નામે ગંદા અને બીભત્સ અપશબ્દો લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની પુત્રીને પણ બદનામ કરવાના ઇરાદાથી અપમાનજનક મેસેજ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગ્રુપમાં અશ્લીલ ફોટા તથા અગાઉ પણ આવા મેસેજ શેર કરાયા હોવાનો આક્ષેપ છે. મહિલાએ સમગ્ર મામલે ડિમ્પેશ અગ્રવાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વોટ્સએપ ગ્રુપ અને મેસેજની તપાસ હાથ ધરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan