Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

માંજલપુરમાં નવી બનતી બિલ્ડિંગના 12મા માળેથી કૂદીને યુવાને જીવન ટૂંકાવ્યું:34 વર્ષીય રોહન નાર્વેકરનું ઘટનાસ્થળે જ મોત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 12, 2026 👁 2 views
માંજલપુરમાં નવી બનતી બિલ્ડિંગના 12મા માળેથી કૂદીને યુવાને જીવન ટૂંકાવ્યું:34 વર્ષીય રોહન નાર્વેકરનું ઘટનાસ્થળે જ મોત
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક અત્યંત કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક નિર્માણાધીન બિલ્ડિંગના 12મા માળેથી કૂદીને યુવકે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. માંજલપુર પોલીસે આ બનાવ અંગે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કારીલીબાગ સલાટવાડાનો 34 વર્ષીય યુવાન 'ફોર્ચ્યુન' સાઇટ પર પહોંચ્યો મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ સલાટવાડા સ્થિત વણીકરની પાગા વિસ્તારમાં રહેતો 34 વર્ષીય રોહન નાર્વેકર અગમ્ય કારણોસર માંજલપુર વિસ્તારમાં નવી બની રહેલી ‘ફોર્ચ્યુન’ સાઇટ ખાતે પહોંચ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ યુવાને એકાએક બિલ્ડિંગના બારમા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. અતિશય ઊંચાઈ પરથી નીચે પટકાવાના કારણે તેને માથા તેમજ શરીરના વિવિધ ભાગોમાં જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના લીધે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આપઘાતના પગલાં પાછળનું રહસ્ય અકબંધ આ કરુણ ઘટનાની જાણ આસપાસના રહીશોને થતાં જ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને માંજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પંચનામા સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી. યુવકે આ પ્રકારનું આત્યંતિક પગલું કયા સંજોગોમાં અને કયા કારણોસર ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતદેહને પીએમ અર્થે SSG હોસ્પિટલ ખસેડાયો માંજલપુર પોલીસે મૃતક રોહન નાર્વેકરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. યુવાન પુત્રના અકાળે મોતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી, યુવકના મોબાઈલ કોલ ડિટેઇલ્સ અને પરિવારજનોના નિવેદનોના આધારે આપઘાત પાછળનું સાચું કારણ શોધવા સઘન તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan