Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

લીમખેડામાં દબાણો હટાવતા ટ્રાફિક સમસ્યા હળવી:3 દિવસની કાર્યવાહીમાં રોડની બંને બાજુથી ઓટલા, શેડ અને કેબિન જેવા દબાણો દૂર કરાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 9, 2026 👁 1 views
લીમખેડામાં દબાણો હટાવતા ટ્રાફિક સમસ્યા હળવી:3 દિવસની કાર્યવાહીમાં રોડની બંને બાજુથી ઓટલા, શેડ અને કેબિન જેવા દબાણો દૂર કરાયા
દાહોદ જિલ્લાના લીમખેડા નગરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી દબાણ દૂર કરવાની કામગીરી બાદ હવે ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે. નગરમાં દિવસેને દિવસે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને પગલે માર્ગ અને મકાન વિભાગ, વહીવટી તંત્ર અને પોલીસ બંદોબસ્ત સાથે રોડસાઇડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીમખેડા નગરના મુખ્ય માર્ગની બંને બાજુએ લાંબા સમયથી વિવિધ પ્રકારના દબાણો જોવા મળતા હતા. દુકાનો આગળ બનાવેલા ઓટલા, પતરાના શેડ, કેબિન સહિતના દબાણોને કારણે રોડની બંને બાજુની જગ્યા સાંકડી બનતી હતી. પરિણામે વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડતી હતી અને અનેક વખત ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. ટ્રાફિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ તથા વહીવટી તંત્રની ટીમોએ પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડની બંને બાજુના દબાણો દૂર કર્યા હતા. કામગીરી દરમિયાન ઓટલા, પતરાના શેડ, કેબિન સહિતના રોડ પરના દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. દબાણો દૂર થતાં હવે રોડની બંને બાજુ ખુલ્લી થઈ ગઈ છે. જેના કારણે વાહનચાલકોને પસાર થવામાં સરળતા રહેવાની સાથે રાહદારીઓને પણ ચાલવા માટે વધુ જગ્યા મળી છે. અગાઉ દબાણોના કારણે રોડ પર સર્જાતી અવ્યવસ્થાની સ્થિતિમાં પણ ઘટાડો થયો છે અને ટ્રાફિકની સમસ્યા હળવી બનતા સ્થાનિકોમાં રાહત જોવા મળી રહી છે. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન લીમખેડાના નાગરિકો અને વેપારીઓએ પણ તંત્રને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. જાહેર માર્ગને ખુલ્લો રાખવા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના હેતુથી હાથ ધરાયેલી કામગીરીમાં સ્થાનિકોએ સહકાર આપતા કામગીરી સરળતાથી પૂર્ણ કરવામાં આવી હતી. દબાણો દૂર થયા બાદ વેપારીઓ અને નગરજનોએ વહીવટી તંત્ર તથા માર્ગ અને મકાન વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, નગરમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી લોકોને પરેશાન કરતી હતી, ત્યારે દબાણો દૂર થતાં માર્ગ ખુલ્લો બન્યો છે અને વાહનચાલકો તથા રાહદારીઓને નોંધપાત્ર રાહત મળી છે. આગામી દિવસોમાં રોડ પર ફરીથી દબાણ ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવે તેવી પણ નગરજનો દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં વહીવટી તંત્ર દ્વારા જાહેર હિતમાં હાથ ધરવામાં આવતી કામગીરીમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ સ્થાનિકોએ આપી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan