Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

LCBએ 4 થેલામાંથી દારૂ-બિયરની 300 બોટલ ઝડપી:અમદાવાદથી ભાવનગર આવી રહેલી 'ખોડલ રાજ ટ્રાવેલ્સ'ની બસમાં આવતો દારૂ ભાવનગર LCBએ ઝડપ્યો, રૂ. 64 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, પાલીતાણાના 2 શખ્સો ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
LCBએ 4 થેલામાંથી દારૂ-બિયરની 300 બોટલ ઝડપી:અમદાવાદથી ભાવનગર આવી રહેલી 'ખોડલ રાજ ટ્રાવેલ્સ'ની બસમાં આવતો દારૂ ભાવનગર LCBએ ઝડપ્યો, રૂ. 64 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, પાલીતાણાના 2 શખ્સો ઝડપાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભડભીડ ટોલનાકા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂ તથા બિયરના મોટા જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે કુલ રૂ. 64,770 નો મુદ્દામાલ જપ્ત કરી વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર LCB નો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે, અમદાવાદ-ભાવનગર નેશનલ હાઇ-વે પર અમદાવાદ તરફથી આવી રહેલી 'ખોડલ રાજ ટ્રાવેલ્સ' ની બસમાં અમુક ઇસમો થેલાઓમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ લઇને આવી રહ્યા છે અને ભડભીડ ટોલનાકા ખાતે ઉતરી ભાવનગર તરફ જવાના છે આ બાતમીના આધારે LCB ટીમે ભડભીડ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી., બસમાંથી નીચે ઉતરેલા બે શખ્સોની શંકાસ્પદ હિલચાલ જણાતા તેમની પાસે રહેલા 4 થેલાઓની તલાશી લેવામાં આવી હતી., તપાસ દરમિયાન થેલામાંથી રાજસ્થાન પાસિંગ 'ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી' નો કંપની સીલપેક વિદેશી દારૂ તથા બિયરના ટીન મળી આવ્યા હતા. જેમાં ઝડપાયેલા શખ્સોઓમાં ઇરફાન અયુબભાઇ મહેતર ઉં.વ.42, ધંધો: ડ્રાઇવિંગ, રહે. એચ.પી. પેટ્રોલ પંપની સામે, જલારામ સોસાયટી, પાલીતાણા રોડ તથા સોહન કુમારભાઇ ચુડાસમા ઉં.વ.26, ધંધો: રિક્ષા ડ્રાઇવિંગ, રહે. પરમિલ સોસાયટી, પાલીતાણા વાળા પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં વ્હાઇટ વ્હીસ્કી 17 બોટલ રૂ 2,720, મેકડોવેલ્સ નં.1 વ્હીસ્કીની 123 બોટલ રૂ.18,450, સીગ્નેચર પ્રિમીયર વ્હીસ્કીની 15 બોટલ રૂ. 4725, ઓફિસર્સ ચોઇસ વ્હીસ્કીની 48 બોટલ રૂ. 6000, 8 PM સ્પેશ્યલ વ્હીસ્કીની 49 બોટલ રૂ. 6125, બિયર ટીન 48 ટીન રૂ. 7200 તથા મોબાઇલ ફોન 2 નંગ કિંમત રૂ. 20,000 મળી કુલ મુદ્દામાલ રૂ. 64,770 ના મુ્દામાલ સાથે બંને શખ્સોને ઝડપી લઈ કાયેદસર ની કાર્યવાહી હાથ ધરી હતી, વેળાવદર પોલીસ સ્ટેશનમાં દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધીને LCB પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan