top
ગોધરા LCBએ ઇન્દોર-અમદાવાદ NH પર ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:ટ્રક સહિત 1 કરોડ 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, ટ્રકચાલક ફરાર
ગોધરા LCB ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પરથી એક ટ્રકમાંથી ₹1.23 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો મોટો જથ્થો ટ્રકમાં ભરીને પસાર થવાનો છે. આ બાતમીના આધારે LCBની ટીમે ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામના પીકઅપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે વિદેશી દારૂ સહિત કુલ ₹1 કરોડ 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક, ક્લીનર તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.
Read full article on Divya Bhaskar